Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : પૂર્વ મંત્રી કાંતિભાઈ ગામીતના ઘર પ્રસંગનો વીડિયો વાયરલ પ્રકરણમાં 19 આરોપીઓને શરતી જામીન પર મુક્ત કરાયા

  • December 15, 2020 

સોનગઢ તાલુકાના પૂર્વ મંત્રી કાંતિભાઈ ગામીત ના પૌત્રીની સગાઈના વિડિઓ વાયરલ પ્રકરણમાં પોલીસે પૂર્વ મંત્રી સહિત 19 લોકોની ધરપકડ કરી હતી, જે મામલે 19 લોકો ની જામીન ને લઈ વ્યારા સેસન્સ કોર્ટ માંથી સુનવણી થઈ હતી,જેમાં આજરોજ તમામ 19 આરોપીઓને શરતી જામીન પર મુક્ત કરાયા છે.

 

 

25 હજાર ના શરતી જામીન સાથે કોવીડ ના નિયમો નો ભંગ કરતા ટોળા ભેગા ના કરવા અને પોલીસ તપાસ માં  સહયોગ  આપવાની શરતે જામીન મંજુર કર્યા

મળતી માહિતી અનુસાર પૂર્વ મંત્રી કાંતિભાઈ ગામીતના ઘર પ્રસંગનો વીડિયો વાયરલ પ્રકરણમાં કોરોના ગાઈડ લાઇન ના ભંગ બદલ 19 આરોપીઓની ધરપકડ સોનગઢ પોલીસ દ્વારા કરાઈ હતી. જે મામલે આજે વ્યારા ખાતે સેસન્સ કોર્ટ માં જામીન મામલે સુનાવણી હતી, માન્ય કોર્ટમાં સ્પેશિયલ સરકારી વકીલ તરીકે  સુરતના નયન સુખડવાલા એ કરી રજુઆત કરી હતી, જ્યારે બચાવ પક્ષ તરફથી પણ ધારદાર રજૂઆતો કરાઈ હતી,

 

 

 

 

જે બાદ નામદાર કોર્ટે તમામ 19 આરોપીઓ ના સરતી જમીન  મંજુર કર્યા હતા, જેમાં 25000 ના શરતી જામીન સાથે કોવીડ ના નિયમો નો ભંગ કરતા ટોળા ભેગા ના કરવા અને પોલીસ તપાસ માં  સહયોગ  આપવાની શરતે જામીન મંજુર કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application