સોનગઢના ડોસવાડામાં ભાજપા ના માજી.મંત્રી કાંતિભાઈ ગામીત ના પુત્રએ યોજેલ કાર્યક્રમમાં માનવ મેદની ભેગી કરેલ હોય સોનગઢ પોલીસ મથકે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાવી આઇ.પી.સી. કલમ 308 નો ઉમેરો કરાવી, કાર્યક્રમમાં હાજર રહેનાર પીઆઈ સી.કે.ચૌધરી તથા હેડ કોન્ટેબલ અનિરૂધ્ધસિંહ દેવસિંહને સસ્પેન્ડ કરતા આઇ.જી.પી.શ્રી. સુરત રેન્જ, સુરત
સોનગઢ તાલુકાના ડોસવાડા ગામે યોજાયેલ ભાજપ ના માજી.મંત્રી કાંતિભાઈ ગામીતની પૌત્રીના લગ્ન/સગાઇ પ્રસંગ તથા તુલસી વિવાહના કાર્યક્રમનું આયોજન જીતુભાઈ ગામીતે કરેલ હતુ, જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોને ભેગા કરી,જમણવાર કરવામાં આવેલ હતો. હાલમાં ચાલતી કોવિડ-19 ની વૈશ્વિક મહામારી અનુસંધાને સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઇડલાઇન અને જાહેરનામાનો ભંગ કરી પરવાનગી વગર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હોય આયોજકો તથા કાર્યક્રમમાં સંકળાયેલ લોકો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે સોનગઢ પોલીસ મથકે ઇ.પી.કો. કલમ-188, 269 ,270 તથા જી.પી.એકટ કલમ-135 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-51(બી) તથા એપેડેમીક એકટની કલમ-3 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમ સાથે સંકળાયેલા લોકોને આ મહામારીમાં કોરોના વાઇરસનું સંકમણ થવાથી લોકોના જાનનુ જોખમ અને મૃત્યુ નિપજે તેવી જાણકારી હોવા છતાં કાર્યક્રમના આયોજન બાબતે કોઇપણ પ્રકારની પરવાનગી મેળવ્યા વગર ગેરકાયદેસર રીતે લોકોને ભેગા કરેલ હોય ઉપરોકત ગુનાના કામે ઇ.પી.કો. કલમ-308 મુજબનો ઉમેરો કરવામાં આવેલ છે. તેમજ પીઆઈ સી.કે.ચૌધરી નાઓ સરકારશ્રી દ્વારા કોવિડ-19 ની મહામારીને અટકાવવા માટે બહાર પાડવામાં આવેલ ગાઇડલાઇન તેમજ જાહેરનામા બાબતે જાણકાર હોવા છતા આ કાર્યક્રમમાં હાજર રહી પ્રજામાં પોલીસ વિભાગની છાપ ખરાબ કરી ફરજમાં ગંભીર ઉપેક્ષા દાખવેલ હોય તાત્કાલિક અસરથી ફરજ મોકુફ કરવામાં આવ્યા છે. સુત્રો અનુસાર 18 જેટલા કસુરવારો વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તમામનો એન્ટીજન ટેસ્ટ કરી ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ કરી હોવાનું જાણવા મળ્યું છે.
વ્યારા તાલુકાનાં કપુરા ગામના આંબા ફળિયા ખાતે રહેતા બાલીબેન સીગાભાઈ ગામીતના દીકરાના લગ્ન પ્રસંગે મંગળવારના રોજ રાત્રિના સમયે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. લોકોની ભીડ ડી.જેના તાલે નાચતી કુદતી નજરે પડી હતી. લગ્ન પ્રસંગમાં ફક્ત 100 લોકોને હાજર રહેવાની મંજૂરી હોવા છતાં અંહિયા મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. કોઈપણ જગ્યાએ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવ્યું ન હતું. અને કેટલાક લોકોએ માસ્ક પણ પહેર્યું ન હતું. અને રાત્રિ દરમ્યાન નાચગાનનો વિડીયો સોસિયલ મીડિયા પર વાઇરલ થતાં વ્યારા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આયોજન કરનાર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાલીબેન ગામીતે કાર્યક્રમ માટે મંજૂરી તો મેળવી હતી પરંતુ 100 થી વધુ માણસો જમા કરવા બદલ અને ગાઈડ લાઇનનું પાલન કરવામાં આવ્યું ન હતું. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application