Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી ડીવાયએસપી સ્ટાફનો સપાટો : ઈંગ્લીશદારૂ ભરેલી 2 કાર સાથે પાયલોટીંગ કરતી 1 કાર ઝડપી પાડી

  • November 08, 2020 

તાપી જીલ્લા ડીવાયએસપી સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે, નવાપુર તરફથી દારૂ ભરીને 3 થી વધુ કાર નીકળી છે. જેથી પોલીસે સોનગઢ તાલુકાના ગાળકુવા ગામની સીમના ત્રણ રસ્તે નાકાબંધી કરી હતી દરમિયાન રાત્રીના અંધારામાં પૂર ઝડપે પાયલોટીંગ કરતી કાર ને ઝડપી પડી હતી અને તેનો ચાલક ને પણ ઝડપી પાડ્યો હતો. તથા અન્ય બે કાર ને ઝડપી પાડી તપાસ કરતા કાર માંથી પરપ્રાંતીય દારૂની કુલ બાટલીઓ નંગ-2640 જેની કિંમત રૂપિયા 1.80 લાખનો દારૂ મળી આવેલ જેમાં કારનો ચાલક નો પણ પકડાય ગયો હતો. જોકે એસએક્સ 4 કારનો ચાલક નાશી ગયો હતો,

 

 

 

આમ બે આરોપીની અટક કરીને તેમની પાસેથી મોબાઈલ નંગ 5,રોકડા રૂપિયા 80 હજાર તથા ત્રણ કાર અને દારૂ કબજે લઇ નવાપુરથી દારૂ ભરાવી આપનાર અને દારૂ મંગાવનાર, મારુતિ એસ.એક્સ4 નો ચાલક તથા સહ આરોપીઓ અને બિહારી નામનો શખ્સ મળી કુલ 5 આરોપીઓને વૉન્ટેડ જાહેર કરી સોનગઢ પોલીસ મથકે હેડ કોસ્ટેબલ સંદીપ હીરાલાલભાઈની ફરિયાદના આધારે કુલ રૂપિયા 17,71,500/-નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

 

 

પકડાયેલા આરોપીઓ

(1) અઝીમુદ્દીન નિઝામુદ્દીન હાફેઝ રહે, કન્યા વિધાલય પાછળ જી.નવસારી

(2) આશીફઅલી યુનુસઅલી શેખ રહે, તા.પારડી,જી.વલસાડ

 

 

 

પકડાયેલી 3 કાર 

 (1) જીજે/05/જેકયુ/1378, (2) એમએચ/12/કેએન/8950  (3) જીજે/05/સીકયુ/522

 

 

 

વોન્ટેડ આરોપીઓ

(1) દારૂ ભરાવી આપનાર- વિશ્વાસભાઈ રહે, નવાપુર (મહારાષ્ટ્ર)

(2) દારૂ મંગાવનાર- મોહસીન રહે,લીંબાયત,સુરત-

(3) સહ આરોપી- ઇમરાન અબ્બાસ મુલતાની રહે,વિલાશ નગર,અડદા ગામ જી.નવસારી

(4) બિહારી નામનો શખ્સ

(5) એસએક્સ 4 કારનો ચાલક


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application