Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢમાં કાકાનું મિલકતમાંથી નામ હટાવા ભત્રીજાએ ખોટા દસ્તાવેજ બનાવ્યા, કોર્ટનાં આદેશ બાદ પોલીસે 10 વર્ષ પછી નોંધ્યો ગુનો

  • July 15, 2024 

સોનગઢ નગરમાં આવેલી એક મિલક્તને કાકા ભત્રીજાએ ભાગીદારીમાં ખરીદ કર્યા બાદ ખોટા પાવર ઓફ એટર્ની અને સહી કરી ભત્રીજાએ કાકાનું નામ કમી કરાવવા માટે પ્રયાસ કર્યો હતો. જયારે પોલીસે ફરિયાદ ન નોંધાતા ફરિયાદીયે કોર્ટનો આશરો લીધો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગત વર્ષ 1987ના સમયમાં જયકિશનભાઈ મનસુખભાઈ દેવડા અને તેમના ભત્રીજા કમલેશ નટવરલાલ દેવડાએ નલિનીબેન મહેતા પાસેથી એક મિલકત ખરીદ કરી હતી અને આ સર્વે નં.2963 વાળી મિલકતમાં બંને 50-50 ટકાના ભાગીદાર બન્યાં હતાં.


જોકે હાલ થયેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર ગત તા. 20/02/2002નાં રોજ કમલેશભાઈ એ કાકા જયકિશનભાઈની જાણ બહાર ખોટી પાવર ઓફ એટર્ની અને ખોટી સહી તથા ખોટું સોગંદનામું કરી મિલકત માંથી ફરિયાદીનું નામ કમી કરવા પ્રયત્ન કર્યો હતો. જેમાં સાક્ષી તરીકે કમલેશભાઈના પુત્ર રુદ્રાક્ષ દેવડા (રહે.મારુતિ રેસિડેન્સી મુ.કિમ તા.ઓલપાડ) અને ભરત અરવિંદ પંચાલ (રહે.ચાંદખેડા ગામ, અમદાવાદ)ના એ સહી કરી હતી. આમ કમલેશ દેવડા અને અન્ય ત્રણ લોકો એ ખોટા દસ્તાવેજ ઉભા કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી છેતરપિંડીનો પ્રયાસ કર્યો હતો.


એ પછી કમલેશ દેવડાએ આ મિલકતમાં બક્ષિસ તરીકે તેમની પત્ની સરોજબેન દેવડાનું નામ દાખલ કરાવવા પ્રયાસ કર્યો હતો ત્યારે ફરિયાદીને નોટિસ મળતાં મામલો ફરી બહાર આવ્યો હતો. આ મિલકતના વિવાદ બાબતે સીટી સર્વે કચેરી, નાયબ કલેક્ટર અને કલેક્ટર તાપી સમક્ષ પણ પહોંચી ચુક્યો છે. ઘટના અંગે પોલીસ મથકે પણ ગુનો દાખલ કરવા અરજી કરવામાં આવી હતી પણ પોલીસે કાર્યવાહી કરી ન હતી. આખરે ફરિયાદી જયકિશનભાઈએ ભત્રીજા કમલેશ દેવડા, સરોજ કમલેશ દેવડા, રુદ્રાક્ષ કમલેશ દેવડા (તમામ.રહે. મારુતિ રેસિડેન્સી મુ.કિમ તા.ઓલપાડ) અને ભરત અરવિંદ પંચાલ (રહે.ચાંદખેડા ગામ, અમદાવાદ) સામે છેતરપિંડી અંગેની ફરિયાદ દાખલ કરવા સોનગઢની નામદાર કોર્ટમાં અરજ દાખલ કરી હતી. આ અંગે કોર્ટ દ્વારા આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવે તેવો આદેશ આપવામાં આવતાં પોલીસે ચારે સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application