મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાનાં સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઉચ્છલ સાકરદા બ્રીજ નીચેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૧૬/૧૨/૨૦૨૪નાં રોજ એ.એસ.આઈ. આનંદજીભાઈ ચેમાભાઈ તથા અ.હે.કો. જયેશભાઈ લીલકીયાભાઈ નાંઓને મળેલ બાતમીનાં આધારે, ઉચ્છલ સાકરદા બ્રીજ નીચેથી સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપી અસ્પાક મેહમુદ શેખ (ઉ.વ.૩૦., રહે.બારડોલી રાજીવનગર, સ્ટેશનની બાજુમાં, બારડોલી, સુરત)ને ઝડપી પાડી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500