Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ પોલીસે જુગારના અડ્ડા ઉપર રેડ કરી

  • November 28, 2023 

સોનગઢના મહુપાડા ગામના સોનગઢ ફાટા પાસેથી એક છાપરામાં ચાલતા વરલી મટકાના જુગારના અડ્ડા પર આજરોજ સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ રેડ કરી હતી,આ રેડમાં ૩ જુગારીયોને જુગારના સાધનો મોબાઈલ ફોન નંગ-૩ અને બાઈક નંગ-૩ સહિત કુલ રૂપિયા ૧,૭૧,૩૯૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં,જોકે ૨ જુગારીયો ફરાર થઇ જતાં બંને જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.


પોલીસ રેડમાં પકડાયેલા જુગારીયાઓ (૧) રાહુલભાઇ ભૂલજીભાઈ ગામીત રહે. કરવંદા ગામ મંદિર ફળિયું - સોનગઢ (૨) દેવસિંગભાઈ રડિયાભાઈ કોંકણી રહે.ચિમેર ગામ કારભારી ફળિયું - સોનગઢ (૩) વિજયભાઈ શુકરભાઈ પવાર રહે.શુબિર ગામ મંદિર ફળિયું તા.સુબીર જી.ડાંગ 


વોન્ટેડ આરોપી (૧) નિલેશભાઈ લગન્યાભાઈ ગામીત રહે.કરવંદા ગામ મંદિર ફળિયું - સોનગઢ (૨) જયેશભાઈ વાંત્યાભાઈ બરડે રહે.કાકસાળા ગામ તા.સુબીર જી.ડાંગ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application