Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લીસ્ટેડ બુટલેગરના ઠેકાણા ઉપર સોનગઢ પોલીસની રેડ : છાપરામાં સંતાડી મુકેલ રૂ.1.64 લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો

  • January 24, 2024 

સોનગઢ પોલીસ સ્ટાફના જવાનો દ્વારા દોણ ગામના લીસ્ટેડ બુટલેગરના ઠેકાણા ઉપર કરવામાં આવેલ રેડમાં ભારે માત્રામાં ઈંગ્લીશદારૂના જથ્થા સાથે એક મહિલાની અટકાત કરવામાં આવી છે,જોકે લીસ્ટેડ બુટલેગરને ભાગેડુ ઘોષિત જાહેર કરવામાં આવ્યો છે.

તાપીમિત્રના ન્યુઝ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7820092500 પર hi લખી મોકલો

સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે સોનગઢ તાલુકાના દોણ ગામના દાદરી ફળીયામાં રહેતો લીસ્ટેડ બુટલેગર ભીમસિંગભાઈ ઉર્ફે ગીમ્બીયા શરાદીયાભાઈ ગામીતના ઠેકાણા ઉપર રેડ કરી હતી, આ રેડમાં બુટલેગરે પોતાના ખેતરમાં એક છાપરામાં વેચાણ કરવાના ઈરાદે સંતાડી મુકેલ ઈંગ્લીશ દારૂની નાની મોટી કુલ બાટલીઓ નંગ-751 જેની કિંમત રૂપિયા 1,64,600/- ના મુદ્દામાલ સાથે બુટલેગરની પત્ની શર્મિલાબેન ગામીતની અટકાયત કરવામાં આવી છે,જોકે બુટલેગર ભીમસિંગભાઈ ઉર્ફે ગીમ્બીયા ગામીત સ્થળ પર હાજર મળી ન આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ બનાવમાં હેડ કોન્સ્ટેબલ અનીલકુમારની ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

તાપીમિત્રના ન્યુઝ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7820092500 પર hi લખી મોકલો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application