વ્યારા-ટેમ્કા રોડ પરથી ગેરકાયદેસર રીતે વાહનોમાં ભરી પશુઓને કતલખાને લઈ જવાતા આઈસર ટેમ્પો, ટ્રક અને બોલેરો પીકઅપ સહિત કુલ 4 વાહનોને તાપી પોલીસે ઝડપી પાડી કસુરવારો સામે ગુનો દાખલ કર્યો છે.
તાપી જીલ્લાના વ્યારા-ટેમ્કા રોડ પરથી આજરોજ સવારે સોનગઢ તાલુકાના ચકવાણ ગામના ત્રણ રસ્તા પાસેથી જુદાજુદા વાહનોમાં ગેરકાયદેસર રીતે ભેંસો અને નાના પાડિયા ભરેલ 4 વાહનોને તાપી પોલીસે ઝડપી પાડ્યા હતા.
જેમાં ટ્રક નંબર જીજે/26/ટી/8692, જીજે/26/ટી/7219 તથા આઈસર ટેમ્પો નંબર જીજે/15/એ/8664 અને બોલેરો પીકઅપ ગાડી નંબર જીજે/26/ટી/8144 મળી કુલ ચારેય વાહનોમાંથી તપાસ દરમિયાન કુલ 30 ભેંસો અને 3 નાના બચ્ચાઓને ખીચોખીચ અને ટુકી દોરી વડે બાંધી તેઓને ખાવા માટે ઘાસ ચારો કે પાણીની સગવડ વિના કે, પછી કોઇપણ વેટરનરી ઓફિસરના પ્રમાણ પત્ર વિના ભરૂચ માંથી તાપીના માર્ગે ધુલિયા-મહારાષ્ટ્ર ખાતે લઇ જવાઈ રહ્યા હતા.
બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ ફતેસિંગભાઈની ફરિયાદના આધારે 4 વાહનો, આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 32 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 9 આરોપીઓ સામે સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સોનગઢ પોલીસ મથકે કોની-કોની સામે નોંધાયો ગુનો ?? એક નજર કરીએ
(1) અલાબસાયા રાયધન સહેતા હાલ રહે, નાની નરોલી બસ સ્ટેન્ડની બાજુમાં તા.માંગરોળ જી.સુરત
(2) મોહમદખાન રામતા હાલ રહે,નાની નરોલી ભીમાડા ફળિયું, તા.માંગરોળ જી.સુરત
(3) તોહેભ મુનાફ કાઝી રહે, દાદરી ફળિયું-વ્યારા
(4) જીવણ ભીલાલ અલીસાર હાલ રહે, મગરકુઈ બસ સ્ટેશન પાસે-વ્યારા
(5) નાથાભાઈ રહે, તારવાડી-સુરત
(6) રફીકભાઈ રહે, અહેમદ નગર-મહારાષ્ટ્ર
(7) અજીદભાઈ રહે, વાલોડ-તાપી
(8) અબ્બાસ ઇસાર અલીસાર રહે, મગરકુઈ તબેલા ઉપર-વ્યારા
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500