મનિષા એસ. સુર્યવંશી/તાપી : મહારાષ્ટ્ર રાજ્યનાં જલગાંવ જિલ્લાનાં પારોલા તાલુકાનાં મોન્ધાલે ગામેથી સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ પ્રોહી. ગુન્હાનો છેલ્લા અઢી માસથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, તાપી જિલ્લામાં ગુન્હામાં સંડોવાયેલ પ્રોહિ. ગુનામાં નાસતા ફરતા આરોપીઓની તપાસની કામગીરી કરવા આપેલ સુચના આધારે PI કે.ડી.મંડોરા સોનગઢ પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ PSI કે.આર.પટેલ નાઓને મળેલ ખાનગી બાતમીનાં આધારે છેલ્લા અઢી માસથી સોનગઢ પોલીસ સ્ટેશન પ્રોહિ મુદ્દામાલ જેની કિંમત રૂપિયા ૪,૨૨,૪૦૦/-ની હેરાફેરીમાં સંડોવાયેલ આરોપી ધીરજ ચતુર પાટીલ (હાલ રહે.રૂમ નં.૨૦૭, ગ્રીન પાર્ક, હલદરૂ ગામ,તા.કામરેજ, જિ.સુરત, મુળ રહે.મોન્ધાલે, તા.પારોલા, જિ.જલગાંવ, મહારાષ્ટ્ર)નાનો મોન્ધાલે તાલુકો પારોલા રૂરલ ખાતે હોવાની બાતમી આધારે મહારાષ્ટ્ર ખાતેથી સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે પ્રોહી. ગુન્હા અંગે આરોપી ધીરજ ચતુર પાટીલનાં ધરમપુર પોલીસ સ્ટેશન, સોનગઢ પોલીસ સ્ટેશન, નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશન, વાપી ટાઉન પોલીસ સ્ટેશન અને ઉચ્છલ પોલીસ મથકે પણ પ્રોહી. ગુન્હાનો ઈતિહાસ જાણવા મળેલ હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500