તાપી જિલ્લામાં સોનગઢ નગરપાલિકા સામાન્ય ચુંટણી-૨૦૨૫ અને નિઝર -કુકરમુંડા તાલુકા પંચાયત પેટા ચુંટણી-૨૦૨૫ના પરિણામો આજરોજ ઘોષિત કરવામાં આવ્યા હતા. સોનગઢ નગરપાલિકામાં કુલ ૭ વોર્ડ માંથી ભારતીય જનતા પાર્ટી વોર્ડ નં. ૧,૨,૩,૪,૫ અને ૭ માં તમામ સીટોમાં વિજેતા થઈ હતી. જયારે વોર્ડ નં.૬ ની બે સીટ પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને સફળતા મળી હતી.
સવારથી શરુ થયેલી મત ગણતરીમાં એક પછી એક વોર્ડવાઈઝ પરિણામો બહાર આવતા ગયા હતા. ૧૨ વાગ્યા સુધીમાં તમામ ૭ વોર્ડના પરિણામો માટે ગણતરી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. જયારે નિઝર તાલુકા પંચાયતની પેટા ચુંટણીમાં કુલ ૨ સીટો હતી, જેમાં સરવાળાની એક બેઠકમાં ભારતીય જનતા પાર્ટીની બેઠકને બિનહરીફ જાહેર કરવામાં આવી હતી. જયારે શાલે-૨ ની સીટ પર ભારતીય જનતા પાર્ટીના મહિલા ઉમેદવારનો વિજય થયો હતો. કુકરમુંડા તાલુકા પંચાયતની કુલ એક સીટ માટે ફૂલવાડી-૨માં ભારતીય જનતા પાર્ટીના મહિલા ઉમેદવાર વિજેતા બન્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500