Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : દારૂની હેરાફેરી કરતા બે યુવકો બે મોપેડ ગાડી સાથે ઝડપાયા

  • January 16, 2021 

સોનગઢ ના ચાંપવાડી ગામના રસ્તા પરથી એક સાથે બે એકટીવા મોપેડ ગાડી સાથે દારૂની કુલ 48 બાટલીઓ સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

 

 

 

મળતી માહિતી અનુસાર સોનગઢ તાલુકાના ચાંપવાડી ગામથી સોનગઢ તરફ જતા રસ્તા પરથી સવાર ના આશરે 7:30 કલાકના અરસામાં એકટીવા ગાડી નંબર જીજે/19/એએસ/1018 અને જીજે/26/એસ/1900 ઉપર દારૂની હેરાફેરી કરતા (1) રીકુલકુમાર મહેશભાઈ ચૌધરી મૂળ રહે, હળવદ આંબાવાડી તા.મહુવા જી.સુરત હાલ રહે,તાડ ફળિયું, અંધાત્રી ગામ,તા.મહુવા જી.સુરત (2) યસકુમાર અશોકભાઈ ચૌધરી રહે,અંધાત્રી ગામ, દુકાન ફળિયું તા.મહુવા જી.સુરત) બંને એકટીવા ચાલકોને ઝડપી પાડી તપાસ કરતા તેઓના કબજામાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂ, મહારાષ્ટ્ર બનાવટ નો ટીન બીયર તથા દેશી દારૂ ટેન્ગો પંચ કંપનીની કુલ બોટલો નંગ 48 જેની કિંમત રૂપિયા 48,00/- નો દારૂ મળી આવ્યો હતો.

 

 

આ બનાવ માં પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ પ્રેમાભાઈ ની ફરિયાદના આધારે પકડાયેલા બંને આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી 20-20 હજારની કિંમતની 2 એકટીવા ગાડી અને દારૂ મળી કુલ રૂપિયા 44,800/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application