Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : ચોરાયેલ બોલેરો પીકઅપ ટેમ્પો સાથે બે સગાભાઈ પકડાયા, ટેમ્પોમાં જંગલમાંથી ચોરીના લાકડાં વહન કરવાના હતા

  • August 04, 2022 

સોનગઢના સાંઢકુવા ગામેથી ઘર આંગણે પાર્ક કરેલી બોલેરો પિક અપ ટેમ્પોની ચોરી કરવાના પ્રકરણમાં ઘુટવેલ ગામે રહેતાં બે ભાઈઓની ધરપકડ કરી બંને વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.





સોનગઢ તાલુકાના સાંઢકુવા ગામે રહેતાં દિનેશભાઇ કાંતુભાઈ ગામીત ગત 30મી એ રાત્રીના સમયે પોતાની બોલેરો પિક અપ વાન ઘર આંગણે પાર્ક કરી સુઈ ગયા હતાં ત્યારે પાછળથી અજાણ્યો વાનની ચોરી કરી નાસી ગયો હતો. આ અંગે સોનગઢ પોલીસ મથકે ચોરી અંગે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી.




જોકે પોલીસને પાક્કી બાતમી મળી હતી કે,ચોરાયેલ બોલેરો પીકઅપ ટેમ્પો સોનગઢના ઘુટવેલ ગામે નદી ફળિયામાં રહેતાં કેવલભાઇ જીગ્નેશભાઇ કાથાવાલા તથા જયમીનભાઇ જીગ્નેશભાઇ કાથાવાલા બે સગા ભાઈએ તેમના ઘર પાછળના ભાગે એક બોલેરો સંતાડી રાખી છે જે ચોરીની હોવાની શંકા છે. બાતમીના આધારે પોલીસ સ્ટાફે બંને સગા ભાઈના ઘરે રેડ કરતાં નંબર વગરની બોલેરો મળી આવી હતી અને જેની ચેસીસ નંબરના આધારે ખાતરી કરતાં સાંઢકુવાથી ચોરાયેલી બોલેરો જ હોવાનું ખુલ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી બોલેરો અને એક બીજી બોલેરોનું કેબિનનું ફાલકું અને ગાર્ડ તથા બે મોબાઈલ મળી કુલ રૂપિયા ૧,૧૫,૫૦૦/- નો મુદ્દામાલ કબજે કરી બંને ભાઈઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.




આપને અહી એ પણ જણાવી દઈએ છીએકે,જયમીન જીગ્નેશ કાથાવાળા સામે ડાંગ જિલ્લાના બરડીપાડા રાઉન્ડમાં ભારતીય વન અધિનિયમ હેઠળ ગુનો દાખલ થયો હતો અને એ ગુનાના કામે વોન્ટેડ છે. એ જ રીતે કેવલ જીગ્નેશ કાથાવાળા અને જયમિન જીગ્નેશ કાથાવાળા સામે સોનગઢના ઘુટવેલ રાઉન્ડમાં પણ જંગલ ચોરીના કામે ભારતીય વન અધિનિયમ હેઠળ ગુનો દાખલ થયો હતો જેમાં તેઓ વોન્ટેડ હતાં.



એ સાથે જ આરોપીની પૂછપરછમાં કાકરાપાર પોલીસ મથક વિસ્તારમાંથી પણ પિક અપની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ચોરીના બનાવમાં પકડાયેલા બંને ભાઈની પૂછપરછ દરમિયાન તેઓ આ રીતે પિકઅપની ચોરી કરી તેનો ઉપયોગ જંગલમાંથી ચોરીના લાકડાં વહન કરવાના હતા. દરમિયાન તેઓ મોટે ભાગે રાત્રીના સમયે આવી પિકઅપ ચોરી કરી એમાં જંગલના લાકડાં ભરી વેચાણ અર્થે લઈ જઈ આર્થિક લાભ મેળવતાં હતાં.







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application