મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં સોનાનગર હાઉસિંગ સોસાયટીનાં એક મકાનમાંથી સોના-ચાંદીનાં ઘરેણાં અને રોકડ રૂપિયાની ચોરી થતાં સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, સોનગઢનાં સોનાનગર હાઉસીંગ સોસાયટી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગેટની સામે રહેતા રીનાબેન પ્રવીણચંદ્ર પટેલ (ઉ.વ.44) જેઓ છેલ્લા 23 વર્ષથી ઉકાઈ જી.ઈ.બી. કોલોની ખાતે પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરે છે અને તેમના મકાનમાં તારીખ 19/11/2023નાં રોજ ત્રણ અજાણ્યા ચોરટાઓએ ઘરના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરની અંદર મુકેલ લોક માર્યા વગરનાં લોખંડનાં બે કબાટ ખોલી તેમાં મૂકી રોકડા રૂપિયા આશરે 10,000/- અને ચાંદીના જૂનાં સાંકળા નંગ-4 જોડી જેની કિંમત રૂપિયા 12,000/- તેમજ ગીફટમાં મળેલ સોનાની એક વીંટી આશરે જેની કિંમત રૂપિયા 12,000/- મળી કુલ રૂપિયા 34,000/-ની ચોરી કરી હતી. જયારે બહાર નીકળતી સમયે રાકેશભાઈએ એક ચોરને બીજા ચોરટાઓએ વચ્ચે પડી ઝપાઝપી કરી પથ્થર મારી રાકેશભાઈનાં કપાળે ઈજા કરી ત્રણેય ચોરટાઓ ચોરી કરી ભાગી છુટ્યા હતા. બનાવ અંગે રીનાબેન પ્રવીણચંદ્ર પટેલ નાંએ સોનગઢ પોલીસ મથકે ત્રણેય ચોરટાઓ સામે ચોરીની ફરિયાદ નોંધવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500