Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Songadh : કાર માંથી ઈંગ્લીશ દારૂ જથ્થા સાથે સુરતનો એક ઈસમ ઝડપાયો, બે વોન્ટેડ

  • January 27, 2022 

સુર્યવંશી મનિષા/સોનગઢ : સોનગઢ તાલુકાનાં જામખડી ગામે સાદડવેલથી ગોપાલપુરા તરફ જતાં સીંગલ રોડ ઉપરથી એક કાર માંથી પોલીસે વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, તાપી પોલીસ સ્ટાફના માણસો મંગળવારે ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સેલવાસ ખાતેથી એક ઈસમ મહારાષ્ટ્રનાં નાસિક, પીંપલનેર ગામ થઈ ઓટા ગામ તરફથી એક લાલ કલરની આઈ-20 ફોર વ્હીલ કારમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી આવી રહેલ છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસો જામખડી ગામે સાદડવેલથી ગોપાલપુરા તરફ જતા સીંગલ રોડ ઉપર અલગ-અલગ ટીમ બનાવી વોચમાં ઉભા હતા. તે સમયે બાતમી વાળી કાર નંબર જીજે/05/આરએન/1723ને આવતા જોઈ પોલીસે ઉભી રાખવાનો ઈશારો કરતા કાર ચાલકે પોતાના કબ્જાની કાર સાઈડમાં ઉભી રાખી હતી. ત્યારબાદ પોલીસે કાર ચાલકને નીચે ઉતારી કારમાં તપાસ હાથ ધરતા કારની ડીકીના ભાગે તથા કારની અંદર સીટની ઉપર વગર પાસ પરમીટે અલગ-અલગ બ્રાંડની ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને કાર ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, મોહંમદ મોહસીન મોહંમદ હાસીમ શેખ (રહે.7/1712,સૈયદપુરા,ટૂંકી ભંડારીવાસ,સુરત)ના હોવાનું જણાવ્યું હતું.આમ, પોલીસે કાર જેની કીંમત રૂપિયા 5 લાખ અને ઈંગ્લીશ દારૂની 960 બોટલો જેની કિંમત રૂપિયા 1,53,600/- તેમજ 1 નંગ મોબઈલ મળી કુલ રૂપિયા 6,54,100/-નો મુદ્દામાલ કબ્જે કરી કાર ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે દારૂનો મુદ્દામાલ ભરી આપનાર અને મંગાવનાર વિકાસ જેના પુરા નામની ખબર ના હોય બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application