Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : ચકવાણ ગામ પાસેથી મોપેડ પર દારૂની હેરાફેરી કરતો એક ઝડપાયો,એક વોન્ટેડ

  • January 12, 2021 

સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ તાલુકાના ચકવાણ ગામ પાસે રસ્તા ઉપરથી એક રજીસ્ટ્રેશન વગરની ડીઓ મોપેટ ગાડી સાથે તેનો ચાલક વિપુલભાઇ વિનોદભાઈ ગાવિત રહે, લક્કડકોટ તા,નવાપુર-મહારાષ્ટ્ર નાને ઝડપી પાડ્યો હતો.

 

 

 

તપાસ દરમિયાન દારૂની હેરાફેરી કરતો વિપુલભાઇ ગાવિતના કબ્જા માંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂ/સુગંધી સંતરાની કુલ બોટલ નંગ 48 જેની કિંમત રૂપિયા 24,00/- નો દારૂ મળી આવ્યો હતો. 

 

 

 

આરોપીની પૂછ પરછ દરમિયાન આકાશભાઈ દેવલીયાભાઈ ગાવિત રહે, લક્કડકોટ તા,નવાપુર-મહારાષ્ટ્ર નાએ દારૂ ભરી આપ્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈની ફરિયાદના આધારે રૂપિયા 24,00/- નો દારુ અને 20 હજારની કિંમતની ડીઓ મોપેડ ગાડી મળી કુલ રૂપિયા 22,400/- નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application