DGVCL વીજ કંપનીના સત્તાધીશો નવો વીજ પોલ નાખવાનો હોય ત્યારે અનેક નિયમ બતાવે છે.જયારે અવરોધ રૂપ વીજ પોલ અંગે આંખ આડા કાન કરી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે,રસ્તા પર નમી પડેલા અને જોખમી બનેલા વીજ પોલને હટાવવાની તસ્દી સુધ્ધા લેવામાં આવતી નથી.
સોનગઢના વાઘનેર-જમાપુર ગામના મેઈન રસ્તા પર છેલ્લા ઘણા સમયથી લાઈટ નો પોલ જોખમી રીતે એક તરફ નમી ગયો છે.આ માર્ગે પસાર થતાં વાહન ચાલકો અને રાહદારીઓ માટે ગમે ત્યારે ગંભીર અકસ્માત સર્જી શકે તેવી પરિસ્થિતિ નિર્માણ થઇ છે.આ અંગે સ્થાનિકોના જણાવ્યા અનુસાર રસ્તા પર નમી પડેલા અને જોખમી બનેલા વીજ પોલને હટાવવાની કામગીરી DGVCL દ્વારા સમયસર કરવામાં આવતી નથી.વીજ કંપની ના સત્તાધીશો દ્વારા ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યા વિના માત્ર ઠાલાં આશ્વાસન જ આપવામાં આવે છે. વર્ષો જૂનો આ વીજ પોલ હટાવવા માં ઉપેક્ષા ભરી નીતિથી સ્થાનિક રહીશોમાં ડીજીવિસીએલ પ્રત્યે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. વરસાદ કે વાવાઝોડા દરમિયાન આ વીજ પોલ ગમે ત્યારે ગંભીર અકસ્માત સર્જી શકે તેવી દહેશત સેવાઇ રહી છે.વાઘનેર-જમાપુર માર્ગ પર આ પોલ એક તરફ નમી જતાં ખૂબ સાવચેતી રાખવાની ફરજ પડી રહી છે.આ અંગે કોઈ ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ એ અગાઉ સંબંધિત વિભાગ દ્વારા વહેલીતકે કામગીરી કરવા માંગ ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application