Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : નશો કરી બાઈક હંકારતા ગુણસદાનો શખ્સ પકડાયો

  • January 12, 2021 

સોનગઢ પોલીસ સ્ટાફના માણસો વાહનચેકિંગમાં હતા. તે દરમિયાન સોનગઢના ઓટા ચાર રસ્તા પાસેથી એક એકટીવા મોપેડ ગાડી નંબર જીજે/26/એએ/0405 નો ચાલક મનવેશભાઈ સોમાભાઈ ગામીત(ઉ.વ.37) રહે, ગુણસદા ગામ,પટેલ ફળિયું તા.સોનગઢ નાનો વગર પાસ પરમીટે કોઈ કેફી પીણા નો નશો કરી લોકોની જિંદગી જોખમાય તે રીતે પોતાની કબજાની મોપેડ ગાડી વાંકીચુકી હંકારી લઈ આવતા તથા ડ્રાયવીંગ લાયસન્સ સાથે નહીં રાખી પકડાઈ ગયો હતો.

 

 

આ બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ દુલાભાઈ ની ફરિયાદના આધારે એકટીવા ગાડી ના ચાલક વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application