Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : ઘર આંગણે પાર્ક કરેલ કારમાંથી ઈંગ્લીશદારૂનો જથ્થો ઝડપાયો

  • May 30, 2023 

સોનગઢના સાંઢકુવા ગામે ઘર આંગણે પાર્ક કરેલ કારમાંથી ઈંગ્લીશદારૂનો જથ્થો ઝડપી પાડવામાં સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ સફળતા મળી છે, જોકે આરોપી ફરાર થઇ જતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.


મળતી માહિતી મુજબ સોનગઢ પોલીસ સ્ટાફના માણસો રવિવારનારોજ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે સોનગઢના બંધારપાડા તરફ જતા રોડ પર સ્વીફ્ટ કાર નંબર જીજે/૧૬/એજે/૩૬૨૩ ને ઝડપી પાડવા વોચમાં હતા જોકે કાર નજરે નહીં પડતા પાક્કી બાતમીના આધારે સોનગઢના સાંઢકુવા ગામના નિશાળ ફળીયામાં રહેતો બુટલેગર સુરેન્દ્રભાઈ ગોપાલભાઈ ગામીત ના ઘરે તપાસ કરતા બાતમીના કાર ઘર આંગણે પાર્ક કરેલ નજરે પડી હતી, જોકે આ દરમિયાન પોલીસને આવતા જોઈ જતા સુરેન્દ્ર ગામીત નાશી છુટ્યો હતો, પોલીસે કારમાં તપાસ કરતા ઈંગ્લીશ દારૂની કુલ બાટલીઓ નંગ- ૧૧૨૮ જેની કિંમત રૂપિયા ૭૪,૪૦૦/-નો પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો, આ મામલે હેડ કોન્સ્ટેબલ દશરથભાઈની ફરિયાદના આધારે ૭૪,૪૦૦/-નો ઈંગ્લીશ દારૂ અને ૨,૦૦,૦૦૦/-ની કિંમતની એક કાર મળી લુલ રૂપિયા ૨,૭૪,૪૦૦/-નો મુદ્દામાલ ક્બ્જે કરી સુરેન્દ્રભાઈ ગામીત વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application