સોનગઢના ઉકાઈ-માંડવી રોડ પર આવેલ નીંદવાડા ગામ ના ઘાટ ફળિયામાં રહેતા સુનિલ ભાઈ ફતેસિંગ ભાઈ વસાવા (33) મજૂરી કરી ગુજરાન ચલાવતાં હતાં.તેઓ શનિવારે રાત્રે 8.30 કલાક ના સમયે પોતાના ઘરે થી નજીક થી વહેતી તાપી નદી ના પાણીમાં માછીમારી કરવા માટે ગયાં હતાં.બાદ માં તેઓ મોડી રાત્રી સુધી ઘરે પરત ન આવતાં પરિવારજનો રાત્રે નદી ના કાંઠા વિસ્તાર સહિત તેમની શોધખોળ કરી હતી પણ તેમનો કોઈ પત્તો મળ્યો ન હતો.
રવિવારે સવારે સાત વાગ્યે નીંદવાડા ગામની સામે પાર તાપી કિનારે આવેલ બોરીસાવર ગામ ની હદમાં રમેશભાઈ ગંછી ભાઈ ચૌધરી ની રેતી ની લીઝ પાસે થી તાપી નદી ના કિનારે થી સુનિલભાઈ વસાવા ની લાશ મળી આવી હતી. આ બનાવ અંગે ઉકાઈ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application