Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નંદુરબાર : ઘર ખર્ચ માટે રૂપિયા માંગવા બાબતે પુત્રએ પિતાને મોતને ઘાટ ઉતાર્યો, માતાની ફરિયાદનાં આધારે પોલીસે કાર્યવાહી કરી

  • July 17, 2024 

મહારાષ્ટ્રનાં નંદુરબાર જિલ્લામાં આવેલા અને અતિદુર્ગમ ભાગ તરીકે ઓળખાતા ધડગાવ તાલુકામાં આવેલા સિંગલખેત પાડા ગામ ખાતે પુત્રએ પિતાની હત્યા કરી હતી. બનાવ અંગે ધડગાવ પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મુંદલવડ સિંગલખેત પાડા ગામમાં રહેતો છગનસિંગા પાડવી ગુજરાતમાં મજુરી કામ કરવા માટે ગયો હતો ત્યાંથી લાવેલા રૂપિયામાંથી ઘર ખર્ચ માટે તેના પિતા સિંગા શિવણ્યા પાડવી (ઉ.વ.55)એ તારીખ 14 જુલાઈ રવિવારે સાંજે 6 વાગ્યે તેની પાસે રૂપિયા માંગ્યા હતા ત્યારે પુત્રએ ઘર ખર્ચા માટે રૂપિયા આપવા ઈન્કાર કર્યો હતો આ બાબતે પુત્રએ ઘર ખર્ચા માટે રૂપિયા આપવા ઈન્કાર કર્યો હતો.


આ બાબતે પુત્રએ પિતા સાથે બોલાચાલી કરી હતી. પિતાએ પુત્રને કહ્યું હતું કે, જો તને ઘર ખર્ચા માટે રૂપિયા આપવા ન હોય તો મારા ઘરમાં રહેવું નહી જેથી પુત્ર ઉશ્કેરાઈને તેના પિતાના માથાના પાછળમાં કોઈ તિક્ષણ હત્યાર ઝીકી દેતા ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. તેની પત્ની પણ ઘટના મામલે કોઈને બતાવશે તો તેણીને પણ કુહાડીથી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી આખેર એની ધમકી વચ્ચે તેની માતા હુનીબેન સિંગા પાડવી (ઉ.વ.50)એ તેના હત્યારા પુત્ર વિરૂદ્ધ ધડગાવ પોલીસમાં ફરિયાદ કરતા ડી.વાય.એસ.પી. શ્રી દત્ત પી.આઈ., આય.એન.પઠાણ સાથે ઘટના સ્થળે દોડી જઈ હત્યારા પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application