સોનગઢના ડોસવાડા ગામે રહેતાં એક ખેડૂત પરીવાર ના દંપતી વચ્ચે થયેલ ઝઘડા દરમિયાન તેમનાં પુત્રએ માતાનો પક્ષ લીધો હતો. એ પછી આ બાબતે બાપ દીકરા વચ્ચે ઝઘડો થયો હતો. પિતાએ ઝઘડવાની અદાવત રાખી રાત્રીના સમયે પુત્ર સૂતો હતો ત્યારે કુહાડી વડે તેના ગળાના ભાગે આડેધડ ઘા મારી હત્યા કરી નાખી હતી. આ અંગે સોનગઢ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી પિતાની અટક કરી હતી.
મળેલી વિગત મુજબ સોનગઢ પોલીસ પાસે મળેલી વિગત મુજબ સોનગઢ તાલુકાના ડોસવાડા ગામે સંદીપ ભાઈ કાંતું ભાઈ ગામીત તેમના પત્ની અને પરિવાર સાથે રહેતાં હતાં અને ખેત મજૂરી કરી જીવન ગુજરાન ચલાવતાં હતાં. ગત તારીખ છઠ્ઠી એ સાંજે સંદીપભાઈ ના પિતા કાંતું ભાઈ ગામીત અને માતા સોની બહેન ગામીત વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો અને આધેડ પોતાની પત્નીનું ગળું દબાવતો હતો. જેથી માતા સોની બહેને પુત્ર સંદીપ ને બૂમ પાડી હતી જેથી તેઓ ત્યાં દોડી આવ્યો હતો અને માતા ને બચાવી લીધી હતી.
આ બાબતે બીજા દિવસે એટલે કે,સાતમીએ સાંજે ફરી પિતા અને પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો અને ગુસ્સે ભરાયેલા પિતા કાંતું ગામીત પોતાની ટીવીએસ મોપેડ લઈ ક્યાંક ચાલી ગયાં હતાં, ગામ માં લગ્ન હોય સંદીપ ભાઈ રવિવારે રાત્રે લગ્ન ની તૈયારી માં ગયાં બાદ મોડી રાત્રે ઘરે આવી સુઈ ગયા હતાં. પુત્ર સાથે સાંજે થયેલ ઝઘડા ના કારણે ઉશ્કેરાટ માં આવી ગયેલા પિતા કાંતું ભાઈ નાથુ ભાઈ ગામીતએ રવિવારે રાત્રીના 1.15 કલાક ના સમયે હાથ માં કુહાડી લઈ ગામમાં આવ્યો હતો.
તેણે સંદીપભાઈના દરવાજાની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યા માંથી ઘરમાં પ્રવેશ કરી પલંગ પર સુતેલા દીકરા સંદીપના ગળા ના ભાગે હાથ માં રાખેલી કુહાડી વડે ચાર જેટલા ઘા મારી દીધાં હતાં અને પછી મોપેડ લઈ નાસી ગયો હતો. લોહીલુહાણ થઈ ગયેલા સંદીપ ગામીતનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું.આ હત્યા ના બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરી દીકરા ની હત્યા કરનાર બાપ ને તેના ઘર ની નજીક આવેલ ખેતર માંથી ઝડપી લીધો હતો અને તેની પાસે થી હત્યા માં વપરાયેલી કુહાડી પણ કબ્જે લઈ લીધી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500