સુરત જિલ્લાના માંગરોળના સાવા ગામે નવાપરા ફળિયામાં રહેતો ૨૦ વર્ષીય વિપુલ મુકેશભાઇ વસાવાને તેના પિતાએ કામ કરવા બાબતે ઠપકો આપ્યો હતો. પુત્રને ખોટું લાગી આવતા તેણે ઘરમાં ઝેરી દવા ગટગટાવી લઇ લીધી હતી. પરિવારજનોએ વિપુલને સારવાર અર્થે નજીકનાં સારવાર કેન્દ્ર પર ખસેડયો હતો. પરંતુ જ્યાં ટૂંકી સારવાર બાદ ફરજ પરના ડોક્ટરોએ વિપુલને મૃત ઘોષિત કર્યો હતો. બનાવ અંગે કોસંબા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application