સુરત જિલ્લાના માંગરોળના સાવા ગામે ૨૦ વર્ષીય યુવકને પિતાએ કામ કરવા બાબતે ઠપકો આપતા જેને મનમાં લાગી આવતા ઝેરી દવા પી લઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા મામલો કોસંબા પોલીસ મથકે પહોંચ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, માંગરોળના સાવા ગામે નવાપરા ફળિયામાં રહેતા ૨૦ વર્ષીય વિપુલ મુકેશભાઇ વસાવાને પિતાએ કામ કરવા બાબતે ઠપકો આપ્યો હતો. જેથી પુત્રને ખોટું લાગી આવતા તેણે ઘરમાં ઝેરી દવા ગટગટાવી લઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ પરિવારજનોને થતા તેમણે વિપુલને તાત્કાલિક સારવાર અર્થે નજીકના સારવાર કેન્દ્ર પર લઈ ગયા હતા. જ્યાં વિપુલનો બચાવ થયો હતો. કોસંબા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application