Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વંદે ભારત ટ્રેનમાં પીરસાયેલા ભોજનમાંથી કંઈક એવું નિકળ્યું કે.....

  • July 28, 2023 

ભારતીય રેલવે પ્રવાસીઓને ભોજન પીરસવાની સુવિધા પણ પૂરી પાડે છે અને આવી જ એક ઘટનામાં પ્રવાસીઓને પીરસવામાં આવેલા ભોજનમાંથી કંઈક એવું જોવા મળ્યું હતું કે રેલવે પ્રશાસન અને IRCTC બંને એકદમ એક્શન મોડમાં આવી ગયા હતાં. વાત જાણે એમ છે કે ભારતીય રેલવેની મોસ્ટ પોપ્યુલર ટ્રેન વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરને જે ભોજન પીરસવામાં આવ્યું તેમાંથી વંદો નીકળવાની ફરિયાદ મળી હતી.



ઘટનાની જાણકારી મળતાં જ IRCTCએ તાબડતોબ પગલું ભરીને અને સર્વિસ પ્રોવાઈડર પર ભારે ભરખમ દંડ ફટકાર્યો હતો. અત્રે ઉલ્લેખનીય કે વંદે ભારતમાં પરઠામાંથી કોક્રોચ મળતાં પ્રવાસીએ IRCTCને ટ્વિટર પર ટેગ કરીને ફરિયાદ કરી હતી.IRCTC એ આ મામલાને ગંભીરતાથી લઈને અને સર્વિસ પ્રોવાઈડર પર કાર્યવાહી કરી હતી. આ સાથે સાથે જ IRCTCએ પ્રવાસીઓને એવું આશ્વાસન પણ આપ્યું કે આ પ્રકારની ઘટનાઓ આગળ ન બને એનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવશે.




અત્રે જણાવવાનું કે ખાવા આપવામાં આવેલા પરાઠામાંથી વંદો મળ્યા બાબતની ફરિયાદ કરતા સુબોધ નામના પ્રવાસીએ ટ્વીટમાં જણાવ્યું હતું કે IRCTC વંદેભારત ટ્રેનમાં મારા ફૂડમાં એક કોકરોચ મળ્યો છે.સુબોધની ફરિયાદ બાદ IRCTCએ તાત્કાલિક એક્શન લઈને અને ટ્વીટના જવાબમાં કાર્યવાહી કરી હોવાની જાણકારી આપી હતી.IRCTCએ જવાબમાં લખ્યું હતું કે સર, આ અપ્રિય અનુભવ બદલ અમે માફી માંગીએ છીએ.આ મામલાને ગંભીરતાથી લેવાયો છે. સંબંધિત સર્વિસ પ્રોવાઈડરને ખાવાનું બનાવતી વખતે યોગ્ય સાવધાની વર્તવાની કડક ચેતવણી આપવામાં આવી છે. આ સાથે જ સર્વિસ પ્રોવાઈડરને ભારે ભરખમ દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તથા રસોઈ પર નિગરાણીને વધુ મજબૂત કરવામાં આવી છે.જોકે, આ પહેલી વખત નથી કે જ્યારે રેલવેમાં પ્રવાસીઓને પીરસવામાં આવેલા ભોજનમાં કોક્રોચ મળ્યું હોય. આ પહેલાં ભૂતકાળમાં પણ પ્રવાસીઓને ઉંદરે ખાધેલી બ્રેડસ્ટિક, ઈયળ વગેરેવાળું ભોજન પીરસવામાં આવી ચૂક્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application