નાસિકના જ્યોતિર્લિગ ત્ર્યંબકેશ્વર મંદિરમાં કેટલાક શખ્સોએ ચાદર ચઢાવવા પ્રયાસ કર્યો હતો, જેનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસે મંગળવારે એફઆઇઆર દાખલ કરી હતી. બીજી તરફ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સમગ્ર મામલે સઘન તપાસ માટે એસઆઇટી રચવા આદેશ કર્યો છે.
વાઇરલ વીડિયો શનિવારનો છે, જેમાં કેટલાક લોકો માથે ચાદર રાખીને મંદિરના ગેટમાં પ્રવેશવા પ્રયાસ કરે છે પણ ગાર્ડ તેમને અટકાવે છે. આ દરમિયાન જીભાજોડી શરૂ થાય છે અને છેવટે તે શખ્સોને પરત ફરવું પડે છે. મંદિર ટ્રસ્ટે આ ઘટના અંગે પોલીસ ફરિયાદ કરતા આરોપી યુવકો સામે કેસ દાખલ કરાયો હતો. ટ્રસ્ટના એક અધિકારીએ જણાવ્યું કે, ત્ર્યંબકેશ્વર મંદિરમાં માત્ર હિન્દુઓ જ પ્રવેશી શકે છે. બનાવના પગલે મંદિર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. ઘટના અંગે તપાસ કરનારી એસઆઇટીનું નેતૃત્વ એડીજી રેન્કના અધિકારી સંભાળશે. એસઆઇટી ગત વર્ષે બનેલી આવી અન્ય એક ઘટનાની પણ તપાસ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application