વર્ષ 2024 સૂર્યગ્રહણ માટે ખાસ વર્ષ બની રહેશે. સૂર્યગ્રહણ દરમિયાન, ભારતમાં હિન્દુ સમુદાયના લોકો પૂજા કરે છે અને તેમના ઘરની બહાર નીકળવાનું ટાળે છે. વિશ્વના વિવિધ ધર્મો અને દેશોમાં સૂર્યગ્રહણને લઈને અલગ-અલગ માન્યતાઓ અને ક્રેઝ છે. આ વર્ષે સૂર્યગ્રહણ અમેરિકા, કેનેડા અને મેક્સિકો માટે ખાસ રહેવાનું છે, કારણ કે આ દેશોમાં સૌથી લાંબા સમય સુધી સૂર્યગ્રહણ જોવા મળશે. જેના માટે અહીંના લોકોએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ઘણી શાળાઓ અને ઓફિસો બંધ કરી દેવામાં આવી છે અને લોકોએ રજાઓ ઉજવવાનું આયોજન શરૂ કરી દીધું છે. આ વર્ષે સંપૂર્ણ ગ્રહણ પાછલા વર્ષોની સરખામણીએ વધુ લાંબું ચાલશે, અગાઉ આવું ગ્રહણ વર્ષ 1972માં થયું હતું.
યુએસ, મેક્સિકો અને કેનેડાના લોકો સોમવાર, 8 એપ્રિલના રોજ થોડી મિનિટો માટે સંપૂર્ણ સૂર્યગ્રહણનો અનુભવ કરશે. સૂર્યગ્રહણને જોવા માટે અમેરિકામાં ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. સૂર્યગ્રહણને જોવા માટે કેટલીક શાળાઓ અને ઓફિસો બંધ કરી દેવામાં આવી છે, ઘણા શહેરોમાં ઉદ્યાનો અને ખુલ્લી જગ્યાઓમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કેટલાક લોકો સૂર્યગ્રહણ જોવા માટે દૂરના જંગલો અને પહાડો પર જવાની તૈયારી કરી રહ્યા છે. અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં દરેક પરિવારમાં આ દિવસ સાથે સંબંધિત અલગ-અલગ પ્લાન હોય છે.
ઉટાહના સોલ્ટ લેક સિટીમાં રહેતી 37 વર્ષીય એન્જેલા મેથેસે 'ધ ગાર્ડિયન'ને જણાવ્યું કે છેલ્લા મહિનાઓમાં વ્યસ્ત હોવાને કારણે તે પોતાની ટ્રિપનું પ્લાનિંગ કરી શકી નથી અને હવે તમામ જગ્યાઓ બુક થઈ ગઈ છે. હકીકતમાં આવું સૂર્યગ્રહણ 2044માં જ જોવા મળશે, એટલા માટે અમેરિકામાં તેને લઈને વધુ ઉત્સાહ છે. સૂર્યગ્રહણ એ ગ્રહણનો એક પ્રકાર છે જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચેથી પસાર થાય છે અને જ્યારે પૃથ્વી પરથી જોવામાં આવે છે, ત્યારે સૂર્ય ચંદ્ર દ્વારા સંપૂર્ણ અથવા આંશિક રીતે ઢંકાયેલો દેખાય છે. આ સ્થિતિને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500