છત્તીસગઢનાં રાયગઢથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સોશિયલ મીડિયા સ્ટાર લીના નાગવંશીએ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી છે. રાયગઢના કેલો વિહાર કોલોનીની રહેવાસી 22 વર્ષીય ઈન્સ્ટાગ્રામ સ્ટારનાં સોશિયલ મીડિયામાં ઢગલો ફોલોવર્સ હતા. મળતી માહિતી મુજબ, B.Comનાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી લીના નાગવંશીની માતા અડધા કલાક માટે બહાર ગઈ હતી. તે સમય દરમિયાન લીનાએ ઘરના ધાબા પર દુપ્ટ્ટા વડે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. જોકે સોશિયલ મીડિયામાં હંમેશા એક્ટિવ રહેનાર લીનાએ મૃત્યુના બે દિવસ પહેલા એક બાળક સાથે રીલ શેર કરી હતી. જયારે લીનાએ કયા કારણથી પરેશાન થઈને આત્મહત્યા કરી તે સામે આવ્યું નથી.
હાલમાં જ લીનાની સગાઈ થઈ હતી. પોલીસ દ્વારા દરેક સંભવિત કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરાઈ રહી છે. લીનાનાં સોશિયલ મીડિયાનાં માધ્યમથી પણ ઘટનાના તારણ મેળવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. પોલીસને ઘટના સ્થળથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોલીસના જણાવ્યા અનુસાર, તેમના ઘટના સ્થળે પહોચ્યા પહેલા પરિવારે લીના નાગવંશીનાં મૃતદેહને નીચે ઉતારી લીધો હતો. પોલીસે તેના પરિવારના સભ્યોની પણ પૂછપરછ આદરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી લીના વ્યકિતગત કારણોથી પરેશાન રહેતી હતી. જોકે તપાસ અર્થે પોલીસે લીનાનો ફોન કબ્જે લીધો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application