Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લાની નવચેતન હાઈસ્કુલ, ઝાવડા ખાતે છાત્રાલયોનો સ્નેહ મિલન સમારોહ યોજાયો

  • October 24, 2023 

ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામા સમાવિષ્ટ નવચેતન હાઈસ્કુલ, ઝાવડા ખાતે વનવાસી વિકાસ મંડળ-વઘઇ સંચાલિત વન વિધ્યાલય આંબાબારી હાઈસ્કુલ, નવચેતન હાઈસ્કુલ ઝાવડા, વનરાજ હાઈસ્કુલ કાલીબેલ તથા ટ્રસ્ટ સંચાલિત છ છાત્રાલયોનો સ્નેહમિલન અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. નવચેતન હાઈસ્કૂલ ઝાવડા ખાતે યોજાયે સ્નેહમિલન કાર્યક્રમમા વન વિદ્યાલય આંબાબારી અને વનરાજ હાઈસ્કૂલ કાલીબેલના સૌ આચાર્યો, શિક્ષકો, વહીવટી સ્ટાફ તેમજ ટ્રસ્ટ સંચાલિત છ છાત્રાલયોના ગૃહપતિ, ગૃહમાતા તથા અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહી એકબીજાનો પરીચય મેળવી વનવાસી વિકાસ મંડળની વિકાસ ગાથા, યજમાન શાળાનો પરીચય મેળવ્યો હતો. સ્નેહ મિલન સમારોહમા ટ્રસ્ટ સંચાલિત વન વિદ્યાલય આંબાબારીના આચાર્યને રાજ્ય લેવલે શ્રેષ્ઠ આચાર્ય તરીકે એવોર્ડ મળતા, ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરવામા આવ્યુ હતુ. ઉપરાંત શાળાના અન્ય પ્રતિભાશાળી શિક્ષકોને પણ સન્માનિત કરવામા આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application