ઉધના મગદલ્લા રોડ સાંઈકુટીર પાસે પત્ની સાથે વોકિંગ કરવા નિકળેલા વેપારીના ગળામાંથી બાઈક પર આવેલા બે અજાણ્યાઓ રૂપિયા એક લાખની કિંમતની સોનાની ચેઈન આંચકી નાસી ગયા હતા.
ઉમરા પોલીસના જણાવ્યા મુજહ પીપલોદ પરસીધ્ધી ઍપાર્ટમેન્ટમાં રહેતા પવનભાઈ શાંતીલાલ બોથરા (ઉ.વ.૨૮) રધુનંદન માર્કેટમાં કાપડનો ધંધો કરે છે. ગત તા ૨ જુલાઈના રોજ રાત્રી નવેક વાગે પવનભાઈ તેની પત્ની કોમલ તથા બહેન અનામીકા સાથે ચાલવા નિકળયા હતા અને પીપલોદ સાંઈકુટીરથી ઉધના મગદલ્લા રોડ ચાલતા જતા હતા ત્યારે બાઈક પર આવેલ બે અજાણ્યાઓ ગળામાંથી રૂપિયા ૧ લાખના કિંમતની સોનાની ચેઈન આંચકી નાસી ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application