નિઝરના વાંકામાં તસ્કરોએ છેલ્લા દોઢ માસથી બંધ ઘર નું તાળું તોડી રોકડ રૂપિયા 15 હજારની ચોરી કરી નાશી છુટ્યા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે, જોકે ચોરટાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. જેની તપાસ ચાલી રહી છે.
ત્રણેય અજાણ્યા ઈસમો મોટર સાયકલ પર બેસીને વાંકા ગામના ફાટા તરફ નાશી છુટ્યા હતા.
મળતી માહિતી અનુસાર નિઝર તાલુકાના વાંકા ગામના પટેલ ફળીયામાં રહેતા બ્રીજલાલભાઈ ઓમકારભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર, બ્રીજલાલભાઈના મોટાભાઈ મોહનભાઈ ઓમકારભાઈ ચૌધરીનું ઘર જે છેલ્લા દોઢ મહિનાથી તાળુ મારી બંધ હતું,જે ઘર ગુરુવારે મળશ્કે ખુલ્લી હાલતમાં દેખાતા જોવા માટે તેઓ આગળ જતા હતા તે દરમિયાન ત્રણ જેટલા ઈસમો ઘરની અંદરથી બહાર નીકળતા નજરે પડ્યા હતા, જોકે કોણ છે ?? તેવું કહી બુમો પાડતા ત્રણેય અજાણ્યા ઈસમો મોટર સાયકલ પર બેસીને વાંકા ગામના ફાટા તરફ નાશી છુટ્યા હતા.
સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી
જોકે ઘરમાં તપાસ કરતા મુખ્ય દરવાજાનું તાળું તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરના મુખ્ય હોલની અંદર આવેલ કબાટના અંદરની લોકર તિજોરીમાં મુકેલ રોકડ રકમ રૂપિયા 15 હજારની ચોરી કરી ત્રણ જેટલા અજાણ્યા ઈસમો મોટર સાયકલ પર બેસી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે બ્રીજલાલભાઈએ શુક્રવારે નિઝર પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે ત્રણ અજાણ્યા ચોર ઈસમો સામે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500