ભરૂચના રતન તળાવ દાદા બાવાની દરગાહ સામે રહેતો વ્યક્તિ ગત તારીખ-11મી મેના રોજ કામથી દહેજ ગયા હતા. જયારે તેઓનાં માતા-પિતા તેઓનું મકાન બંધ કરી વતનમાં હતા,રાત્રે આ વ્યક્તિ નીચેનાં મકાને તાળું મારી ઉપર સુવા ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓનાં મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં પ્રવેશ કરી અંદર રહેલ સોના-ચાંદીના ઘરેણા તેમજ રોકડા રૂપિયા મળી કુલ 2.88 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
સવારે મકાન માલિકે સામાન વેરવિખેર જોતા તેઓને ઘરમાં ચોરી થઇ હોવાનું જણાતા તેઓએ ઘરમાં લગાવેલ સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા તેમાં ત્રણ ઈસમો બાઈક પર આવી ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયા હોવાનું માલુમ પડ્યું હતું. ચોરી અંગે એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.તો આવી જ રીતે ભરૂચનાં જી.એન.એફ.સી. બાયપાસ રોડ ઉપર આવેલ પુષ્પક સોસાયટીનાં બે બંધ મકાનોને નિશાન બનાવી સોના-ચાંદીનાં ઘરેણા મળી 1 લાખથી વધુનાં મુદ્દામાલની ચોરી કરનાર તસ્કરોને સુરત એલસીબીએ ઝડપી પાડ્યા હતા.
ભરૂચનાં જી.એન.એફ.સી. બાયપાસ રોડ ઉપર આવેલ પુષ્પક સોસાયટીનાં અને હાલ ભરૂચનાં ભોવળ વિસ્તારમાં આવેલ નારાયણ એવન્યુ સોસાયટીમાં રહેતા પ્રતિમાબેન યોગેશ જાદવ ગત તારીખ-1લી એપ્રીલનાં રોજ પોતાનું મકાન બંધ કરી કરજણ તાલુકાનાં ગંધાર ગામે મરણ પ્રસંગના તેરમાની વિધિમાં ગયા હતા. તે સમયે તેઓના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ તેઓનાં મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કરો સોના-ચાંદીનાં ઘરેણા તેમજ ૫ હજાર રોકડની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જયારે સોસાયટીમાં રહેતા સુરેશ નરોત્તમદાસ પટેલનાં મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તે દરમિયાન સુરત એલસીબીએ ચોરીમાં સંડોવાયેલ તસ્કરોને ઝડપી પાડ્યા હતા. જે અંગેની જાણ થતા મકાન માલિકે સી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500