Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તસ્કરો મંદિરમાંથી આરતીનું મશીન સહિત 1.92 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર

  • March 03, 2024 

અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દિવસે દિવસે ચોરી અને લૂંટની ઘટનામાં વધારો થતો જઇ રહ્યો છે. અમદાવાદ ગ્રામ્યમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. માંડલના નાના ઉભડા ગામે મંદિર અને મકાનમાં લાખો રુપિયાની ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. માંડલના નાના ઉભડા ગામે મંદિર અને મકાન ચોરી થઇ છે. કૃષ્ણ મંદિરમાંથી આરતીનું મશીન સહિત 1.92 લાખના મુદ્દામાલની ચોરી કરી છે. મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિત 1.70 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.માંડલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application