ચંદન માટે સાબરકાંઠાનો ઉત્તરીય વિસ્તાર જાણીતો છે. ખાસ કરીને ઇડર, વડાલી અને વિજયનગર પંથકમાં મોટા પ્રમાણમાં ચંદનના કુદરતી વૃક્ષો હોવા ઉપરાંત ખેડૂતો ખેતી પણ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે. આ દરમિયાન ચંદનના ખેતરો સહિત અને કુદરતી વૃક્ષોની ચોરીના બનાવો નોંધાઇ રહ્યા છે. વિજયનગરના મતાલી વિસ્તારમાં ખેડૂતે વાવેલ ચંદનના વૃક્ષોની ચોરી થવાની ઘટના સામે આવી છે. 13 વર્ષ અગાઉ ચંદનના વૃક્ષ ખેડૂતે વાવણી કર્યા હતા. જેમાંથી ચંદન તસ્કરો 5 વૃક્ષોને રાત્રી દરમિયાન કાપીને ચોરી કરી ગયા હતા. 5 ફૂટના ચંદનના લાકડાને કાપીને ચોરી કરી ગયા હોવાની ફરીયાદ વિજયનગર પોલીસ મથકે નોંધાઇ છે. પોલીસે સવા લાખના ચંદનના લાકડાની વૃક્ષો કાપીને ચોરી થયાનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application