બારડોલીમાં શાસ્ત્રી રોડ પર આવેલી મોતીનગરમાં આવેલ બંગલા નં.૬માંથી તસ્કરો સોનાનું મંગલ સુત્ર રૂપિયા ૭૦,૦૦૦ તથા રોકડા રૂપિયા ૧૦,૦૦૦ મળી કૂલ રૂપિયા ૮૦,૦૦૦/-ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, બારડોલીનાં શાસ્ત્રી રોડ પર આવેલ મોતીનગર સોસાયટીના ઘર નં.૬માં રહેતા રમણલાલ ભગવાનદાસ ઢીમ્મરનાં ઘરમાં રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. ઘરના દરવાજાના તાળા અને નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરીને ૮૦ હજારની ચોરી બેડરૂમમાં મુકેલા લોખંડની કબાટ તીજોરી તોડી તેમાંથી એક સોનાનું બે તોલાનું મંગલસુત્ર કિંમત રૂપિયા ૭૦,૦00 તથા રોકડા રૂપિયા ૧૦,૦૦૦ મળી કુલ્લ રૂપિયા ૮૦,૦૦૦/-ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે મિત્તલકુમાર ધીરુભાઈ પટેલ (રહે.બારડોલી)એ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500