Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જ્વેલર્સમાંથી ૪ લાખથી વધુનાં દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર, પોલીસે CCTV ફૂટેજનાં આધારે તપાસ હાથ ધરી

  • August 30, 2024 

ગાંધીનગર શહેરનાં મોટી આદરજમાં જ્વેલર્સની દુકાનનું શટર તોડીને તસ્કરો ૪.૭૭ લાખના દાગીના ચોરીને પલાયન થઈ ગયા હતા. ઘટના અંગે પેથાપુર પોલીસે ગુનો દાખલ કરીને આ તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૂ કરી છે. સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, કલોલના પાર્થ એપાર્ટમેન્ટમાં રહેતા અને મોટી આદરજમાં જ્વેલર્સની દુકાન ધરાવતા આનંદકુમાર નંદલાલ સોનીએ ફરિયાદ નોંધાવી હતી કે, ગત મંગળવારના રોજ તેઓ તેમની દુકાન બંધ કરીને ઘરે ગયા હતા.


ત્યારે બીજા દિવસે સવારના સમયે તેમના મિત્ર પ્રહલાદજી ઠાકોરે ફોન કરીને જાણ કરી હતી કે, તમારી દુકાનમાં ચોરી થવા પામી છે. જેના પગલે તેઓ તુરત જ મોટી આદરજ ગામે પહોંચ્યા હતા જ્યાં જોયું તો દુકાનનું શટર તૂટેલી હાલતમાં હતું અને તેમાં રહેલા ૪.૭૭ લાખ રૃપિયાની કિંમતના ચાંદીના દાગીના ચોરાયા હતા. દુકાનમાં રહેલા સીસીટીવીમાં તપાસ કરતા મોડી રાત્રે ૨.૩૦ વાગે બે જેટલા તસ્કરો દ્વારા મોઢે રૂમાલ બાંધીને ચોરીના ગુનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું જણાયું હતું. જેથી આ સંદર્ભે પેથાપુર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને આ તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૂ કરી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application