ગાંધીનગરના કલોલ તાલુકાના હિંમતપુરા વેડા ગામે આવેલ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરો એ તરખાટ મચાવતા અહીં મંદિરમાંથી ચાંદીના નાગ અને ચાંદીના છત્તરની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કલોલ તાલુકાના હિંમતપુરા વેડા ગામે ચૌધરી વાસમાં રહેતા સુરેશભાઈ સેંધાભાઈ ચૌધરી એક તેમના ખેતરમાં આહિર ગોગા મહારાજનું મંદિર બનાવેલ છે જેમાં રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરોએ મંદિરના તાળા તોડયા હતા અને અંદરથી સવા કિલોગ્રામ વજનની ચાંદીની નાગદેવતાની મૂર્તિ તથા ચાંદીના ત્રણ અલગ અલગ છતર તથા દાનપેટી માંથી રોકડા રૃપિયા ૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૨,૫૧,૦૦૦/-ના માલમત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસે સુરેશભાઈ ચૌધરીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500