વલસાડનાં સુપ્રસિદ્ધ પારનેરા ડુંગર ખાતે ગત તારીખ 10મી જૂને મોડી રાત્રીએ 2 તસ્કરો મંદીરમાં માતાજીને ચઢાવેલા સોના અને ચાંદીના ઘરેણા તેમજ દાન પેટીની ચોરી કરી ફરાર થયા હતા. પુજારીએ સવારે આરતીના સમયે મંદિર ખોલવા જતા મંદિરમાં તસ્કરોએ હાથ સફાયો કર્યો હોવાની જાણ થઈ હતી. જેથી મંદિરના પુજારીએ તાત્કાલિક મંદિરના ટ્રસ્ટી મંડળ અને અગ્રણીઓ તેમજ વલસાડ રૂરલ પોલીસને ઘટનાની જાણ કરી હતી.
તસ્કરો મંદિરમાં માતાજીને ચઢાવેલા સોના-ચાંદીના ઘરેણાઓ અને દાન પેટી મળી કુલ 1.87 લાખની મત્તાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. તેમજ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યાં હતા. વલસાડના સુપ્રસિદ્ધ પારનેરા ડુંગરે માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે. પારનેરા ડુંગર ખાતે અંબિકા ચંદ્રિક અને ચામુંડા માતાજી તેમજ મહાકાળી માતાજીનું મંદિર આવ્યું છે.
ગત તારીખ 10 જુનના રોજ મધ્ય રાત્રીએ એક તસ્કર ડુંગર ઉપર આવેલા મંદિરમાં માતાજીને ભક્તોએ અર્પણ કરેલા સોના-ચાંદીના ઘરેણાઓ જેવા કે, ચાંદીના મુંગટ, છત્તર, સોનાની નથડી સહિતના ઘરેણાઓ તેમજ દાન પેટીની તસ્કરોએ ચોરી કરી હતી. મંદિરમાં સવારે પૂજારી આવતા ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી મંદિરના ટ્રસ્ટીઓ અને ગામના અગ્રણીઓને ઘટનાની જાણ કરી હતી.
વલસાડના પ્રસિદ્ધ પારનેરા ડુંગરા ઉપર આવેલ માતાજીના મંદિરે ચોરી થઈ હોવાની જાણ વલસાડ રૂરલ પોલીસની ટીમને થતા રૂરલ પોલીસે મંદિરે જઈને તપાસ હાથ ધરી હતી. જેમાં બંને માતાજીના મંદિરોમાંથી સોના, ચાંદીના ઘરેણાઓ અને દાન પેટી મળી કુલ રૂપિયા 1.81 લાખની મત્તાની ચોરી થઈ હતી. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યાં હતા. જે CCTV ફુટેજના આધારે રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500