વિજેતા ટીમને ટ્રોફી અને પુરસ્કાર અર્પણ કરાયા ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે તબીબો સાથે દિવસ રાત ફરજ બજાવનાર નર્સિંગ સ્ટાફ અને નર્સિંગ વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત નર્સિંગ ક્રિકેટ પ્રીમિયર લીગ-૨ ટુર્નામેન્ટનું સુરતમાં આયોજન કરવામાં આવ્યું છે, અડાજણ પાલ સ્થિત મણીબા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ‘ગુજરાત નર્સિંગ ક્રિકેટ પ્રીમિયર લીગ-૨’ની ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં નવસારી મહાકાલ સામે સ્મીમેર હોસ્પિટલની ટીમ બની વિજેતા બની હતી. આ અવસરે પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે ઉપસ્થિત રહીને ખેલાડીઓ ઉત્સાહ વધાર્યો હતો.
રાજ્યની નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ અને હોસ્પિટલના સ્ટાફ નર્સ, ફેકલ્ટી સભ્યો સહિત ૪૦૦થી વધુ રમતવીરોએ ભાગ લીધો હતો. સાત દિવસ ચાલેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૩૨ ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચમાં યુસુફ પઠાણે ખેલાડીઓને હિટ અને ફિટ રહેવાની ગુરૂ ચાવી આપતા જણાવ્યું કે, નર્સિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ સિક્કાની બીજી બાજુ સમાન હોય છે. હરહંમેશ દર્દીઓ સાથે તેમનું સમર્પણ અને કરુણા અનુકરણીય હોય છે.
રમત જીવન સાથે જોડતો સંર્વાગી વિકાસનો એક રસ્તો જ છે. દેશમાં દરેક મુશ્કેલીના સમયમાં તબીબો સાથે નર્સિંગ સ્ટાફનું ઉમદા યોગદાન રહેલુ હોય છે. ક્રિકેટ રમત આપણને સ્પોર્ટ્સ મેન સ્પિરીટ સાથે એકાગ્રતાના પાઠ પણ શીખવે છે. વધુમાં પઠાણે કહ્યું હતું કે, જીવનમાં ક્રિયાત્મક અને પ્રફુલ્લિત રહેવા રમતનું હોવું અતિ આવશ્યક હોય છે. આ અવસરે અમેરિકા સ્થિત મુખ્ય આયોજક અને નર્સિંગ ઓફિસર દિનેશ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ જે.કે.નર્સિંગ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર આદિલ કડીવાલા અને નવી સિવિલના વિરેન પટેલ દ્વારા ખૂબ સીમિત સમયમાં ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રીમિયર લીગની ફાઇનલ મેચમાં ડો. પ્રજ્ઞાબેન ડાભી એ ટોસ ઉછાળીને મેચની શરૂઆત કરાવી હતી. સ્મીમેર ઇલેવનની સામે નવસારી મહાકાલનો રોમાંચક મુકાબલો થયો હતો. વિજેતા બનતી ટીમ સ્મીમેર ઇલેવનને ટ્રોફી અને પુરષ્કાર અર્પણ કરાઈ હતો. સાથે મેન ઓફ ધી સિરીઝ, મેન ઓફ ધ મેચ, બેસ્ટ બોલર, બેસ્ટ મેનને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આઈ.એમ. એ અને સિવિલ હોસ્પિટલ વચ્ચે મેચ રમાય હતી જેમાં IMAની ટીમ વિજેતા બની હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500