ગયા મહિને દેશમાંથી રૂપિયા 12,000 કરોડનાં સ્માર્ટ ફોન્સની નિકાસ જોવા મળી હતી. આમાંથી આઈફોનનો નિકાસ આંક રૂપિયા 10,000 કરોડ રહ્યો હતો એમ ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેકટ્રોનિકસ એસોસિએશન (આઈસીઈએ)નાં આંકડા જણાવે છે. ગયા નાણાં વર્ષમાં ભારતે પાંચ અબજ ડોલરનાં આઈફોનની નિકાસ કરી હતી. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ બે મહિનાએટલે કે એપ્રિલ-મેમાં આઈફોનનો નિકાસ આંક રૂપિયા 20,000 કરોડથી વધુ રહ્યો છે.
ગયા વર્ષના આ બે મહિનાનો નિકાસ આંક રૂપિયા 9066 કરોડ રહ્યો હોવાનું પણપ્રાપ્ત આંકડા જણાવે છે. સ્માર્ટફોન ઉત્પાદ કંપનીઓ દ્વારા પૂરવઠા સાંકળમાં વૈવિધ્યતા તથા ચીન ખાતેથી ભારતમાં સ્થળાંતર થવાના વ્યૂહને કારણે અહીંથી નિકાસ વધારો જોવા મળી રહ્યો છે, એમ એસોસિએશનના સુત્રોએ જણાવ્યું હતું. ભારત દ્વારા પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ સ્કીમ જાહેર કરવાને કારણે, દેશમાં સ્માર્ટફોન્સનાં ઉત્પાદનમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારત ખાતેથી નિકાસમાં વધારાને કારણે વૈશ્વિક કંપનીઓ પોતાની પૂરવઠા સાંકળને અહીં વાળી રહી હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500