દક્ષિણ ગુજરાતમાં પ્રારંભમાં ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ મેઘરાજાએ વિરામ ફરમાવ્યો હતો પરંતુ હવે ધીમી ધારે અમૃત રૂપી વર્ષા વરસી રહી છે. ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદના કારણે હરિયાળી છવાઇ છે વલસાડ અને નવસારી પંથકમાં વીતેલા ૨૪ કલાકમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે અને એકથી દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો બીજી તરફ દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં સવારે ૧૦ કલાકે ૧૦.૮૪૨ ક્યુસેક પાણીની આવક સાથે ૩૧૩.૭૯ ફૂટ સપાટી નોંધાઇ છે.
સવારે ૧૦ કલાકે ૩૧૩.૭૯ ફૂટ સપાટી નોંધાઈ.ડેમ માં ૧૦.૮૪૨ ક્યુસેક પાણીની આવક.
ફ્લડ વિભાગના સૂત્રો મુજબ ચોર્યાસીમાં ૧૨ મી.મી, કામરેજ ૭ મી.મી, ઓલપાડ ૧ મી.મી., સુરત સિટીમાં ૬ મી.મી, મહૂવા ૭મી.મી., અને પલસાણામાં ૧૪ મી.મી. વરસાદ નોંધાયો હતો.
તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં ૨ મી.મી.સોનગઢ ૫ મી.મી., વાલોડ ૪ મી.મી., ડોલવણ ૧૯ મી.મી.. ઉચ્છલ ૪ મી.મી., કુકરમુંડા ૭ મી.મી. જ્યારે નિઝરમાં ૬ મી.મી.વરસાદ નોંધવામાં આવ્યો છે.
નવસારી જિલ્લા નાં સૂત્રો મુજબ નવસારી ૬ મી.મી., જલાલપોર ૪ મી.મી., ગણદેવી ૨૩ મી.મી., ચીખલી ૨૪ મી.મી., વાંસદા ૩૯ મી.મી., ખેરગામ ૨૬ મી.મી.વરસાદ રાત્રી દરમિયાન ખાબક્યો હતો.
વલસાડ જિલ્લાના ઉમરગામ માં ૪ મી.મી., કપરાડા ૭ મી.મી., ધરમપુર ૧૯ મી.મી., પારડી ૧૪ મી.મી., વલસાડ ૩૧ મી.મી., વાપી ૨૧ મી.મી. વરસાદ વરસ્યો હતો.
આ ઉપરાંત સુરત મધ્યેથી પસાર થતી સુર્યપુત્રી તાપી નદીના ઉપરવાસમાં વરસાદ નોંધાતા ઉકાઈ ડેમમાં બે દિવસથી નવા નીરની આવક થઇ રહી છે અને ઉકાઇ ડેમની સપાટીમાં બે દિવસમાં એક ફૂટનો વધારો નોંધાયો છે આજે ઉકાઈ ડેમ નું રૂલ લેવલ ૩૩૩.૦૦ રાખવામાં આવ્યું છે શુક્રવારે સવારે ઉકાઈ ડેમમાં ૧૦.૮૪૨ ક્યુસેક પાણીની આવક અને ૩૧૩.૭૯ ફૂટ સપાટી નોંધવામાં આવી છે. જ્યારે ઉકાઇ ડેમમાંથી હાઈડ્રો માટે ૬૪૦ ક્યુસેક પાણીનો જથ્થો તાપી નદીમાં છોડવામાં આવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ધીમે ધીમે પણ દક્ષિણ ગુજરાતમાં અષાઢી માહોલ જામી રહ્યો છે અને ધીમી ધારે અમૃતની વર્ષા થી ખેડૂતો આનંદમાં છે બીજી તરફ વરસાદને લઈને નદી નાળાઓમાં ધીમી આવક શરૂ થઇ છે અને હળવાથી ભારે વરસાદને લઇને સર્વત્ર હરિયાળી છવાઇ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500