Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દક્ષિણ ગુજરાતમાં મેઘાનું ધીમા પગલે આગમનઃ ધરમપુરમાં દોઢ ઈંચ વર્ષા

  • August 13, 2021 

રાજ્યમાં અપૂરતા વરસાદના કારણે ડેમોમાં પાણીનું સ્તર ઘટ્યું છે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમમાં હાલમાં ૫૯.૧૨ ટકા જળ રાશીનો જથ્થો સંગ્રહિત છે સામાન્ય વરસાદ કરતા ૪૫ ટકા ઓછો વરસાદ ગુજરાતમાં નોંધાયો છે બીજી તરફ ખરીફ ઋતુમાં ડાંગર સહિતના પાકોની વાવણી થઇ ગઇ છે ત્યારે જમીનમાં રહેલા ઉભા પાકને બચાવવા ખેડૂતો અને સરકાર પણ ચિંતાતુર છે ત્યારે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં કેટલાક તાલુકાઓમાં વિતેલા ૨૪ કલાક દરમિયાન છૂટક-છૂટક વરસાદ નોંધાયો છે ઉકાઇ ડેમની સપાટી આજે સવારે ૧૦ કલાકે ૩૨૫.૫૩ ફૂટ નોંધાઇ છે અને એક હાઇડ્રો યુનિટ કાર્યરત રાખવા માટે ઉકાઇ ડેમમાંથી ૬,૬૩૩ ક્યુસેકનો જથ્થો તાપી નદીમાં છોડવામાં આવી રહી છે. આ અંગે મળતી વિગતો મુજબ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન દ્વારા આપવામાં આવેલા જાણ મુજબના ડેટાની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદના ૩૬.૩૯ ટકા વરસાદ પડ્યો છે આ વખતે ચોમાસાની સિઝનમાં પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડતા અનેક ચેકડેમો પાણીની આવક થઇ નથી વરસાદના બે રાઉન્ડ બાદ વરસાદ પાછો ખેંચાતા ગુજરાતના ખેડૂતો પર સંકટના વાદળો ઘેરાયા છે અને વરસાદ નહીં પડે તો આગામી સમયમાં પાણીની વિપરીત પરિસ્થિતિ સર્જાઇ શકે છે જોકે દક્ષિણ ગુજરાતમાં કેટલી જગ્યાએ હળવો વરસાદના ઝાપટા પડી રહ્યા છે પરંતુ પૂરતો વરસાદ ન પડતા ખેડૂતોને પાક ને લઇને ચિંતા સતાવી રહી છે.

 

 

 

 

 

 

સુરત ફલડ વક્તાના જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લામાં માત્ર બારડોલી ૭, મહુવા ૨, અને સુરત સિટીમાં એક મી.મી. વરસાદ નોંધાયો છે જ્યારે અન્ય તાલુકાઓ કોરા ધાકોર રહેવા પામ્યા છે તાપી જિલ્લામાં વ્યારા ૧, સોનગઢ ૩, વાલોડ ૯, ડોલવાણ ૧૬, ઉચ્છલ ૧, અને કુકરમુંડા માં ૭ મી.મી. વરસાદ વરસ્યો છે એવી જ રીતે નવસારી જિલ્લામાં ખેરગામ ૧૯, ગણદેવી ૭, ચીખલી ૧૨, જલાલપોર અને નવસારી તાલુકામાં ૮ મી.મી. જ્યારે વાંસદા તાલુકામાં ૧ ઈંચથી વધુ ૨૭ મી.મી. જ્યારે વનાચ્છાદિત દેશ ડાંગ જિલ્લામાં મુખ્ય મથક આહવા ખાતે અડધો ઈંચ એટલે કે ૧૨.મી.મી. વગઇ ૯, સુબીર ૫, અને સાપુતારામાં ૧૫મી.મી. વરસાદ ઝીંકાયો છે વલસાડ જિલ્લાની વાત કરવામાં આવે તો ઉમરગામ ૨, કપરાડા ૧૮, ધરમપુર દોઢ ઈંચ એટલે કે ૩૩ મી.મી. પારડી ૬, અને વલસાડમાં હળવા ઝાપટા વરસ્યા હતા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં આજે શુક્રવારે સવારે ૧૦ કલાક સુધીમાં કેટલાક તાલુકાઓમાં વરસાદનું આગમન તથા વાતાવરણમાં શીતળતા વ્યાપી છે.

 

 

 

 

 

સુરત જિલ્લાના બારડોલી ૭, મહુવા ૫, સુરત સીટી ૨, ચોર્યાસી ૬, માંડવી ૪ અને પલસાણામાં ૫ મી.મી. વરસાદ નોંધાયો છે તેમજ તાપી જિલ્લાના વાલોડમાં ૩ અને ડોલવણમાં ૫ મી.મી. ૪ કલાકમાં વરસાદ વરસ્યો છે આ ઉપરાંત વલસાડ જિલ્લામાં આજે સવારે માત્ર પારડીમાં હળવા ઝાપટાં વરસ્યા છે જ્યારે અન્ય તાલુકાઓ વાદળછાયા વાતાવરણ જાવા મળ્યું છે. ડાંગના આહવામાં ચાર કલાકમાં ૬ મી.મી. વગઇમાં ૭ મી.મી. અને સુબિરમાં ૬ મી.મી. હળવા ઝાપટાં વરસ્યા હોવાનું જાણવા મળે છે એવી જ રીતે નવસારી જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે ખેરગામમાં ૮ મી.મી., ચીખલીમાં ૫ મી.મી., વાસદામાં ૭ મી.મી. અને નવસારી તેમજ જલાલપુર અને ગણદેવીમાં હળવા ઝાપટા વરસ્યા છે.

 

 

 

 

 

વધુમાં ઉકાઇ ડેમના સૂત્રો મુજબ ડેમના ઉપરવાસમાં આવેલા કેચમેન્ટ વિસ્તારમાં ઘણા દિવસોથી વરસાદ બંધ છે જેથી તાપી નદીમાં પાણીની આવક નથી ઉપરવાસમાં આવેલા હથનુર ડેમની જળસપાટી આજે સવારે ૬ કલાકે ૨૦૯.૫૦૦ મીટર નોંધવામાં આવી છે. ડેમમાંથી ૨,૯૧૨ ક્યુસેક પાણીનો ડીસચાર્જ કરવામાં આવી રહ્યું  છે. જ્યારે ઉકાઇ ડેમની સપાટી સવારે ૧૦ કલાકે ૩૨૫.૫૩ ફૂટ નોંધાઇ છે ડેમમાં પાણીની આવક નથી બીજી તરફ સિંચાઇ માટે એક હાઇડ્રો યુનિટ ચલાવવા માટે ૬,૬૩૩ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉકાઇ ડેમમાં પાણીની આવક બંધ રહેતા છેલ્લા એક સપતાહમાં ૩૯ સે.મી. જળસપાટીમાં ઘટાડો નોંધાયો છે જે ઘટાડો સૂચક માનવામાં આવે છે. (ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application