પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના કમિટી સભ્યોની ચુંટણીમાં જનરલ કેટેગરીમાં તમામ છ બેઠકો બિન હરીફ જાહેર થઇ છે. જયારે રીઝર્વ કેટેગરીમાં એક ફોર્મ રદ થતાં બંને બેઠકો ખાલી પડી છે.અંકલેશ્વર બાદ હવે પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનની ચુંટણી બિન હરીફ થઇ છે. પીઆઇએમાં જનરલ કેટેગરીની 06 તથા રીઝર્વ કેટેગરીની 02 બેઠકો માટે 19મી ઓગષ્ટના રોજ ચુંટણીની જાહેરાત કરવામાં આવી હતી. ચુંટણી યોજાઇ તે પહેલાં જનરલ કેટેગરીની તમામ છ બેઠકો બિનહરીફ થઇ છે. વર્તમાન પ્રમુખ બી.એસ. પટેલ અને જનરલ સેક્રેટરી કિરણસિંહ પરમારની આગેવાની હેઠળની ટીમ પર ઉદ્યોગકારોએ વિશ્વાસ વ્યકત કર્યો છે. જનરલ કેટેગરીની છ બેઠકો પર કિરણસિંહ પરમાર, મહેબુબ ફીઝીવાલા, પંકજ ભરવાડા, હેમંત પટેલ, એમ.એસ.જોલી અને દિલીપ જીયાની બિન હરીફ વિજેતા જાહેર થયાં છે. રીઝર્વ કેટેગરીની બે બેઠકો માટે એક ફોર્મ રદ થતાં હાલ બંને બેઠકો ખાલી છે. વિજેતા જાહેર થયેલાં ઉમેદવારોને હોદેદારો તેમજ સભ્યોએ અભિનંદન પાઠવ્યાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application