Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આદિજાતિ રાજ્યમંત્રીનાં હસ્તે માંડવીના છ નિવૃત સૈનિકોનું સન્માન કરાયું

  • August 15, 2023 

આઝાદીના અમૃત્તકાળને વધુ યાદગાર બનાવવા અને માતૃભૂમિને નમન અને દેશના સપૂતોને શ્રધ્ધાંજલિ આપવા દેશભરમાં 'મારી માટી, મારો દેશ' અભિયાન વેગવંતુ બન્યું છે. દેશભકિતના નારા સાથે માંડવી પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત તિરંગાયાત્રામાં આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજી હળપતિ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ જોડાયા હતા. મંત્રીશ્રીના હસ્તે માંડવીના નિવૃત્ત સૈનિકો સર્વશ્રી મહેન્દ્રભાઈ ચૌધરી (કલમકુવા), નારસિંગભાઈ ચૌધરી (નરેણ), એ.એસ.ચૌધરી(સાલૈયા), દિનેશભાઇ ચૌધરી (તરસાડા ખુર્દ), મહેશભાઈ ચૌધરી (ગવાછી)નું પુષ્પમાળા અને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.



આ તિરંગા યાત્રામાં ઠેરઠેર લોકોએ પુષ્પવર્ષા કરી તમામ યાત્રીઓને આવકાર્યા હતા. યાત્રીઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ માનભેર તિરંગો લહેરાવી દેશભક્તિના નારા લગાવ્યા હતા. તિરંગાયાત્રા માંડવી પોલીસ સ્ટેશનથી માંડવી સુપડી વિસ્તાર, માંડવી મેઈન બજાર થઇ પોલીસ સ્ટેશને સમાપન થઇ હતી. આ અવસરે માંડવી પોલીસ સ્ટેશનના પી.આઈ. હેમંત પટેલ દ્વારા તિરંગા યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓને તિરંગાના વિશેનું મહત્વ અને તિરંગાના સન્માન માટે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતુ. આ તિરંગાયાત્રામાં માંડવી પ્રાંત અધિકારી જનમભાઇ ઠાકોર, તાલુકા વિકાસ અધિકારી ધર્મેશભાઇ મહાકાલ, મામલતદાર મનીષભાઇ પટેલ, માંડવી પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો અને માંડવી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application