છ મહિના પહેલા ભારત છોડીને પાકિસ્તાન ગયેલ અંજુ ભારત પરત ફરી છે. પાકિસ્તાન ગયા પછી તેણે ત્યાંના એક યુવક સાથે લગ્ન કર્યા છે. આ પછી માહિતી આવી કે તેણીએ લગ્ન કરી લીધા છે. પાડોશી દેશમાં નસરુલ્લા સાથે લગ્ન કરીને ફાતિમા બની ગયેલી અંજુ પોતાના બાળકોને મળવા માટે બેતાબ હતી. તમને જણાવી દઈએ કે અંજુ તેના પતિ અરવિંદ અને બે બાળકો સાથે રાજસ્થાનના અલવર જિલ્લાના ભીવાડીમાં રહેતી હતી. તે ટુરિસ્ટ વિઝા પર પાકિસ્તાન ફરવા ગઈ હતી, પરંતુ બાદમાં ખબર પડી કે તે ખૈબર પખ્તુનખ્વામાં રહેતા નસરુલ્લાને મળવા ગઈ હતી. વાસ્તવમાં નસરુલ્લા અને અંજુ વચ્ચે અફેર ચાલી રહ્યું હતું.
પાકિસ્તાન ગયા પછી અંજુએ નસરુલ્લા સાથે લગ્ન પણ કર્યા. અંજુ અને નસરુલ્લાના લગ્નની તસવીર પણ સામે આવી હતી. મળતી માહિતી મુજબ, અંજુ પાકિસ્તાનથી માત્ર તેના બાળકોને મળવા માટે ભારત આવવા માંગતી હતી. આજે તે ભારત પરત ફરી છે તે પણ તેના બાળકોને મળવા માટે જ આવી છે. ખરેખર, અંજુના બાળકો અરવિંદ સાથે છે અને તેણે સ્પષ્ટ કહ્યું છે કે, તે અંજુને મળવા દેશે નહીં. આ સમગ્ર મામલે અરવિંદ પોલીસ પાસે પણ ગયો છે અને અંજુની પણ પૂછપરછ થઈ શકે છે. તાજેતરમાં જ નસરુલ્લાએ ખુલાસો કર્યો હતો કે, અંજુએ તેની સાથે પહેલા બાળકો વિશે ખોટું બોલ્યું હતું.
નસરુલ્લાએ કહ્યું હતું કે, તેઓ ચાર વર્ષ પહેલા એક કંપનીની પ્રોડક્ટના પ્રચાર દરમિયાન ફેસબુક દ્વારા મળ્યા હતા. તેણે કહ્યું કે, તેઓ પહેલીવાર વર્ષ 2018માં મળ્યા હતા. અમને એકબીજાના દેશની મુલાકાત લેવાનો કોઈ ખ્યાલ નહોતો. વર્ષ 2020માં અંજુ અને નસરુલ્લાની મુલાકાત ફેસબુક પર થઈ હતી. નસરુલ્લાહ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના અપર ડીર જિલ્લાનો રહેવાસી છે. જ્યારે ફેસબુક પર તેમની મિત્રતા વધુ આગળ વધી ત્યારે તેઓએ એકબીજાના સંપર્ક નંબર લીધા. બંનેએ વોટ્સએપ પર વાત કરવાનું શરૂ કર્યું. લગભગ બે વર્ષ સુધી આ વાતચીત ચાલુ રહી હતી. દરમિયાન અંજુ અને નસરુલ્લાએ એકબીજાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી, જ્યારે નસરુલ્લાએ ભારત આવવાની અસમર્થતા દર્શાવી ત્યારે અંજુ પાકિસ્તાન પહોંચી ગઇ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500