Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કતારગામનાં વડલા સર્કલ પાસે બસ પાર્કીંગની જગ્યામાં જુગાર રમતા છ જુગારેઓ ઝડપાયા

  • August 17, 2023 

સુરતનાં કતારગામ વડલા સર્કલ પાસે બસ પાર્કીંગની જગ્યામાં જુગાર રમતા વૃદ્ધ પાર્કીંગ સંચાલક સહિત છ’ને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂપિયા 2.41 લાખ, 6 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 2.89 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગત બપોરનાં રોજ કતારગામ વડલા સર્કલ પાસે આમંત્રણ રેસ્ટોરન્ટની બાજુની ગલીમાં આવેલા રાજુભાઈ ગજેરાનાં પતરાવાળી શેડવાળી બસ પાર્કીંગની જગ્યામાં રેઈડ કરતા ત્યાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા છ વૃદ્ધ અને આધેડ મળ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે બસ પાર્કીંગ સંચાલક રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ગોપાલભાઈ ગજેરા ( ઉ.વ.62, રહે.202, સાંત્વન હાઈટસ, હાથી મંદિરની સામે, કતારગામ, સુરત) સહિત છ’ને જુગાર રમતા ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂપિયા અને 6 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 2,89,300/-નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.



જુગાર રમતા ઝડપાયેલ જુગારીઓ...


1.બસ પાર્કીંગ સંચાલક રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ગોપાલભાઈ ગજેરા (રહે.કતારગામ, સુરત),

2.બિલ્ડર રમેશભાઈ દામજીભાઈ પટેલ (રહે.કતારગામ,સુરત),

3.હીરાદલાલ અમકુભાઇ ભગુભાઇ ખાચર (રહે.વરાછા, સુરત),

4.ડ્રાઈવર રાજેશભાઇ સામંતભાઇ ભોગેસરા (રહે.કુતિયાણા, જિ.પોરબંદર),

5.નિવૃત્ત વલ્લશભભાઇ નારણદાસ પટેલ (રહે.કતારગામ, સુરત) અને

6.નિવૃત્ત મનસુખભાઇ મોહનભાઇ પટેલ (રહે.વેડરોડ, સુરત).



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application