Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સ્વચ્છતાલક્ષી કામગીરીમાં શ્રમદાન આપતી ભરૂચ જિલ્લાની સખી મંડળની બહેનો

  • September 30, 2023 

સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત “સ્વચ્છતા હી સેવા” દેશ વ્યાપી ઝુંબેશમાં ભરૂચ જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. ગામના સ્થાનિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા ભરૂચ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ દ્વારા પ્રચાર પ્રસાર ના માધ્યમ દ્વારા લોકોને સ્વચ્છતાની શીખ આપવામાં આવી રહી છે. જેમાં તાજેતરમાં ગ્રામ પંચાયતની સખી મંડળની બહેનો દ્વારા સામુહિક સાફ સફાઈ કરવામાં આવી અને આ કાર્ય થકી સ્થાનિકોને સ્વચ્છતા જાળવવા શિખ આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ મિશન મંગલમ યોજના અંતર્ગત સખી મંડળની બહેનો વિવિધ રોજગારલક્ષી કામગીરી કરી આત્મનિર્ભર બની છે. આવી આત્મનિર્ભર બહેનોએ પોતાના ગામમાં સ્વચ્છતા સ્થાપિત કરવાનો નિર્ધાર કર્યો છે. ત્યારે વિવિધ પ્રવૃતિઓના માધ્યમ થકી બહેનો ગ્રામજનોને જાગૃત કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application