નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી...
ગુજરાતની ઉત્સવપ્રિય જનતામાં જન્માષ્ટમીનો ભારે ઉત્સાહ હોય છે. ત્યારે સુરતની ઉત્સવપ્રિય સુરતી લાલાઓ તો કોઈપણ તહેવાર અલગ માહોલથી ઉજવતા હોય છે. ત્યારે નટખટ શ્રીકૃષ્ણ તો સૌ કોઈને પ્રાણપ્રિય છે. ત્યારે વ્હાલાના વધામણાનો અવસર આવે ત્યારે કોને હરખ ન સમાતો હોય..? વૈષ્ણવ સંપ્રદાયમાં તો કૃષ્ણ જન્મોત્સવને અલગ રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. સુરતની ઉત્સવપ્રિય નગરીમાં સંખ્યાબંધ મહિલાઓ દ્વારા કાર્યરત કૃષ્ણ મંડળો છે અને કૃષ્ણ ભક્તિમાં મહિલાઓ વધુમાં મહતા ધરાવે છે. ત્યારે સુરતના ઉત્સાહી લોકો રંગે ચંગે વ્હાલાને વધાવે છે.
હાથી, ઘોડા પાલખી, જય કનૈયા લાલકી, નંદ ઘેર આનંદ ભયો...
દર વર્ષે જન્માષ્ટમીના દિવસે શહેરના ભાગળ ચાર રસ્તા પણ મટકી ફોડનો મુખ્ય કાર્યક્રમ થતો હોય છે. આ સિવાય સોસાયટીઓ અને શેરીઓમાં પણ આયોજન થાય છે. જેમાં ઈનામો પણ રાખવામાં આવતા હોય છે. પરંતુ આ વર્ષે એવું કંઈજ નહી થાય બસ એક જ મહામારી કોરોનાને લીધે જાહેર જનતાના હિતમાં આ વર્ષે બધા જ તહેવારોની ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે.
લોકો ઘરે રહીને આનંદોત્સવ મનાવશે અને વ્હાલાના વધામણા કરશે.....
જોકે બધા પોતાના ઘરે રહીને જ આ વખતે નંદોત્સવની ઉજવણી કરશે. આવતીકાલે સોમવારે જન્માષ્ટમી છે. ત્યારે લોકો ઘરે ઘરે પારણા શણગારી લાલાને જુલાવશે લોકોનો ઉત્સાહ અને ઉમદા તો યથાવત છે. શ્રીકૃષ્ણ જન્મોત્સવની લોકો ઘરે રહીને સંપૂર્ણ તકેદારી અને સાવધાની પૂર્વક ઉજવણી કરે તે મહત્વનું છે. કારણ કે કોરોનાની વૈશ્વિક મહામારીમાં સુરતને ઘણું બધું સહન કરવાનું આવ્યું હતું અને ફરી એ દિવસો જોવા નો સમય ન આવે તે ખુબ જ અગત્યનું માનવામાં આવી રહ્યુ છે અને તંત્રની અપીલને પણ સુરતી લાલાઓ માન આપે તે જરૂરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500