Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રવિવારે રાજ્યના 28 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો, પ્રથમ વરસાદમાં 5 લોકોનાં મૃત્યું

  • June 13, 2022 

સામાન્ય રીતે મુંબઈમાં વરસાદ પડે તેના 48 કલાકમાં ગુજરાતમાં ચોમાસું પહોંચતું હોય છે. જેના ભાગરૂપે રાજ્યમાં એક છેડાનું ચોમાસું ગુજરાતભરમાં પહોંચી ગયું છે. ગઈકાલે રાત્રે (રવિવારે) વીજળીના કડાકા ભડકા સાથે રાજ્યના અનેક તાલુકાના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સીઝનનો પહેલો વરસાદ વરસતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. રવિવારે રાજ્યના 28 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.મહત્વનું છે કે, રાજ્યભરમાં પ્રથમ વરસાદમાં 5 લોકોનાં મૃત્યું થયા છે. મહીસાગર અને મોરબીમાં વીજળી પડતાં મહિલાનાં તો મોરબીના હળવદમાં દીવાલ પડતાં 3 લોકોનાં મૃત્યુંના સમાચાર છે.


મોરબી જિલ્લામાં આફતનો વરસાદ, 4ના મોત

મોરબી જિલ્લામાં આફત લઈને વરસાદ આવ્યો છે. જિલ્લામાં વરસાદને કારણે 4 લોકોના મોત નિપજ્યા છે. હળવદ તાલુકામાં દિવાલ ધરાશાયી થતાં 3ના મોત થયા છે. ખેતરમાં દિવાલ પાસે બેઠા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. મોરબી તાલુકાના ઝીકિયારી ગામે વીજળી પડતા મહિલાનું મોત પણ થયું છે. વર્ષા કિશોરભાઈ અદગામા નામની મહિલાનું મોત થયું હોવાની માહિતી મળી છે.


મહીસાગરમાં વીજળી પડવાથી મહિલાનું મોત

મહીસાગરમાં વીજળી પડવાના કારણે મહિલાનું મોત થયું છે. સંતરામપુરના ગોથીબડા ગામમાં વીજળી પડી હોવાની માહિતી મળી રહી છે. જેમાં સૂકીદેવી ફળિયામાં રહેતા એક મહિલાનું મોત થયું છે. મહિલા વરસાદને લીધે પશુને ઘરમાં લઈ જઈ રહ્યા હતા. ત્યારે વીજળી પડી હતી. ત્યારબાદ 108 ઘટના સ્થળે પહોંચી હતી અને સારવાર માટે સંતરામપુર હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા, જો કે સ્ટેટ હોસ્પીટલના ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. જ્યારે લુણાવાડાના ખુંધીમાં વીજળી પડતાં 2 પશુના મોત થયા છે.


હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 30 થી 40 kmની ઝડપે પવન ફૂંકાશે, સાથે વીજળીના કડાકા પણ સંભળાશે. હવામાન વિભાગની ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 અને 13 જૂનથી દક્ષિણ ગુજરાત, દાદર નગર હવેલી, ઉત્તર ગુજરાત ના કેટલાક વિસ્તારો સહિત અમદાવાદ, ગાંધીનગર, આણંદ જેવા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. 13 થી15 જૂને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી કરાઈ છે. 


નોંધનીય છે કે, ગુજરાતમાં આજથી 5 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, દીવ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. કચ્છમાં પણ વરસાદ પડવાની આગાહી છે. 15 જૂને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. સાથે અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વરસાદ પડવાની આગાહી છે. 16 જૂને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. જેમાં સુરત, નવસારી, વલસાડ, અમરેલી, જૂનાગઢ, દીવ અને કચ્છમાં વરસાદ પણ પડી શકે છે. 17 જૂને પણ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News