Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સીધે રસ્તે કી યે ટેઢી ચાલ હૈ !! ડમી કાંડ મામલે યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાઇ,મેડિકલ તપાસ અને કોરોના રિપોર્ટ બાદ ધરપકડ

  • April 22, 2023 

ભાવનગરના ડમી કાંડ બાદ યુવા નેતા યુવરાજસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે. યુવરાજસિંહ પર લાગેલા આક્ષેપો આધારે પોલીસે અનેક કલમો હેઠળ ફરિયાદ નોંધીને અટકાયત કરી છે. નિલમબાગ પોલીસ સ્ટેશનમાં યુવરાજ સિંહ જાડેજા સામે ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાઇ છે. IPC કલમ - 386, 388, 120(B),114 હેઠળ યુવરાજ સિંહ વિરુદ્ધ કાર્યવાહી થશે. ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાતા યુવરાજસિંહની અટકાયત કરવાની કાર્યવાહી પોલીસ કરી હતી. હવે મેડિકલ તપાસ અને કોરોના રિપોર્ટ કરાવ્યા બાદ યુવરાજસિંહની ધરપકડ થશે.


ભાવનગરના રેંજ આઈજી ગૌતમ પરમારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને યુવરાજસિંહ જાડેજા પાસેથી પુછપરછમાં મળેલી માહિતી વિશે વિગતવાર માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, યુવરાજસિંહને 19 એપ્રિલે કરેલી ફરિયાદના આક્ષેપોના આધારે તપાસ માટે બોલાવ્યા હતા પણ તબિયત નાદુરસ્ત હોવાનું કહી જવાબ માટે આવ્યા નહોતા. આજે ફરી સમન્સ આપી પુરાવા એકત્ર કરી ફરિયાદ નોંધી છે. યુવરાજસિંહે નાણાકીય વ્યવહાર અંગે પૂછપરછ  કરતા ગોળ ગોળ જવાબ આપતા રહ્યા છે. પોલીસ પાસે હકીકત પ્રાપ્ત થઈ તે પ્રમાણે પ્રકાશ અને પ્રદીપ પાસેથી 1 કરોડથી વધુ રૂપિયા પડાવ્યા.


ગૌતમ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, યુવરાજ સિંહે ગત 25 માર્ચના રોજ ભાવનગરમાં ઋષિ બારૈયાનો ડમી વિદ્યાર્થીનો વીડિયો ઉતારેલો હતો અને આ વીડિયોના આધારે પ્રકાશ દવે અને તેમની પત્નીને આ વિડીયો બતાવી ધમકી આપતા હતા. 25 માર્ચ બાદ ત્રણ દિવસ સતત પ્રેસર ટેકનિકથી પૈસા પડાવવા યુવરાજ સિંહે તખતો ઘડયો હતો. ત્યારબાદ યુવરાજના શાળાના ઓફિસ ખાતે પીકેને બોલાવી મિટિંગ કરવામાં આવી હતી. જેમાં સિધુભા જાડેજા, કાનભા જાડેજા, ઘનનશ્યામ રાંધવા સહિતની હાજરીમાં પીકે પાસે રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ પીકેના જણાવ્યા અનુસાર ઘણી આજીજી બાદ 45 લાખમાં ડીલ ફાઇનલ થઈ હતી.



વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અલગ અલગ લોકો પાસેથી અને મૂળીના 45 લાખ એકત્ર કરી પીકેએ ઘનશ્યામ લાંધવાને આપ્યા હતા. આજે સાતેક વ્યક્તિઓના નામ પ્રેસ કોંન્ફરન્સમાં બોલવાની વાતચીત કરેલી હતી. ઘનશ્યામેં પ્રદીપ બારૈયાને ધમકી આપેલી અને મિટિંગ ગોઠવવા કહેલું હતું. 30 તારીખે ફરી મીટીગ ગોઠવાઈ જ્યાં તમામ લોકોની હાજરીમાં ડાયરી બતાવી માહિતી માંગી ધમકાવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મારુ પતાવી દો , મારો રસ્તો કાઢો એવું પ્રદીપે યુવરાજસિંહને કહ્યું હતું. યુવરાજસિંહે 10 લાખ આપવાની વાત કરતા 60 લાખની માંગણી કરી હતી.


રેંજ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, 55 લાખમાં ડિલ ફાઇનલ થતા પ્રદીપે પૈસા એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. જેમાં ત્રણ ટુકડામાં પૈસા આપ્યા હતા. જેમાં 31 માર્ચે 15 લાખ શિવું ભાની ગાડીમાં આપ્યા હતા. બીજી વખત 17 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા અને 4 એપ્રિલે પ્રદીપ અને જીગાદાદા 13 લાખ આપવા ગયેલા જે યુવરાજસિંહને પહોંચાડ્યા હતા. પરંતુ યુવરાજે 5 એપ્રિલે પ્રેસ કોંન્ફરન્સમાં નામ નહિ ખોલતા પ્રદીપને હાશકારો થયો હતો.



રેંજ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, સમન્સ આપી બોલાવેલા સાયોગિક પુરાવા આધારે યુવરાજ જાડેજા, શીવુભા જાડેજા, કાનભા સહિત રાજુ તરીકે ઓળખાતા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં ગુપ્ત ચેટ, CCTVમાં હાજરી દેખાતા પુરાવા પણ મળી આવ્યા છે. રેન્જ આઈજીએ કહ્યું હતું કે, યુવરાજસિંહે આજે પૂછપરછ દરમિયાન વધુ 22 નામો આપ્યા છે. તેઓને પૂછપરછ માટે બોલાવી તપાસ કરાશે. જીતુ વાઘાણી અને આસિત વોરાના નામો અંગે કહ્યું હતું કે યુવરાજસિંહ દ્વારા તપાસનીશ અધિકારી સમક્ષ આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.


રાજ્યના બહુચર્ચિત ડમી ઉમેદવાર કાંડ મામલે આજે એસ.ઓ.જી નું તેડું મળતા યુવરાજસિંહ જાડેજા એસ.ઓ.જી સમક્ષ હાજર થયા હતા. હાજર થતા પૂર્વે તેમણે ભીડભંજન મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા તેમજ તેમની સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. યુવરાજસિંહ ભીડભંજન મંદિરે થી ચાલતા એસઓજી કચેરી પહોચ્યા હતા. જયારે તેમની સાથે સ્થાનિક આપ પાર્ટીના નેતાઓ પણ જોડાયા હતા. તેમજ નવાપરા એસ.ઓ.જી કચેરી ની બહાર પ્રેસ યોજી વિસ્ફોટક આક્ષેપો કર્યા હતા. તેમજ તેમને કોઈ ને કોઈ બહાને મારી નાખવામાં આવશે તેવી શંકા પણ વ્યક્ત કરી હતી.


આજરોજ યુવરાજસિંહ ભાવનગર એસ.ઓ.જી. સમક્ષ હાજર થવા માટે પહોંચ્યા છે. પોલીસ સમક્ષ જતા પહેલા યુવરાજસિંહે પત્રકારોને સંબોધન કરતા કેટલાક સણસણતા આક્ષેપો કર્યા હતા. જેમાં તેમણે કેટલાક પૂર્વ મંત્રી અને હાલના નેતાઓની પણ સંડોવણી હોવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે પોલીસ મારું નિવેદન નોંધવા સમન્સ કાઢે છે. તો આ પૂર્વ શિક્ષણ મંત્રી સહિતના અન્ય મંત્રીઓના સમન્સ પણ કાઢી નિવેદન નોંધે તે જરૂરી છે. સાથે જ તેમણે કહ્યું કે અવધેશ, અવિનાશ અને અસિત વોરાનું પણ સમન્સ નિકળવું જોઈએ. હાલ હું પોલીસ સમક્ષ 30 નામ લઈને જઈ રહ્યો છું. પરંતુ હજુ 100 જેટલા નામ આપવા માટે સક્ષમ છું. હું પોલીસ સમક્ષ હાજર થઈ જવાબ લખાવીશ તેમાં પૂર્વ મંત્રીઓ, પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન કેટલાક મંત્રીઓના પણ નામ આવશે.


તેમણે ઉમેર્યું હતું કે, MPHWની ભરતીમાં ગેરરીતિ મામલે આર.એમ. પેટલનું પણ અમે સ્ટિંગ ઓપરેશન આપ્યું હતું. છતાં પણ હજુ સુધી આર.એમ. પટેલ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી. ઉપરાંત તેમણે કહ્યું હતું કે, અરવલ્લીના બાયડમાં ભાજપ યુવા મોર્ચાના મહામંત્રી સહિત કેટલાક ભાજપના આગેવાનોના નામ આપ્યા હોવા છતાં પણ આજસુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. જે ક્યાંકને ક્યાંક ભાજપના નેતાઓ કે જે કૌભાંડમાં સામેલ છે તેને સરકાર છાવરતી હોવાની વાત તરફ ઈશારો કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application