કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી અને ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ પદ સોંપવામાં આવ્યું છે. આજે એટલે કે શનિવારનાં રોજ કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે. સિદ્ધારમૈયા મુખ્યમંત્રી તરીકે અને ડીકે શિવકુમાર નાયબ મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ લેશે. કેબિનેટમાં સામેલ થનારા કેટલાક ધારાસભ્યો પણ તેમના હોદ્દા અને ગુપ્તતાના શપથ પણ લેશે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો તારીખ 13 મેના રોજ આવ્યા હતા. જોકે કોંગ્રેસે 135 સીટો જીતી છે. તે જ સમયે, બીજેપીએ 66 અને જેડીએસને 19 સીટો પર જીત મળી છે.
સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ કોંગ્રેસે લાંબા મંથન બાદ મુખ્યમંત્રીની ખુરશી સિદ્ધારમૈયાને સોંપી દીધી છે. જ્યારે ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ પદ સોંપવામાં આવ્યું છે. જયારે આજે શપથ ગ્રહણ સમારોહ બપોરે 12.30 કલાકે બેંગલુરુનાં કાંતિરવા સ્ટેડિયમમાં યોજાશે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, ભૂતપૂર્વ પ્રમુખો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી, પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઘણા નેતાઓ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. ખડગેએ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, NCP વડા શરદ પવાર, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને આ કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500